________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
a
ગુણનુ વર્ણન આ ગ્લેાકમાં કરવામાં આવેલુ' છે. પ્રથમ તે શિષ્યને ગુરૂમાં અને ગુરૂના વચન ઉપર અત્યંત શ્રદ્ધા હાવી જોઇએ. કારણ કે ગયા લેકમાં જણાવ્યા પ્રમાણે ગુરૂ પાસેથી જ્ઞાન મળે, પણ તે જ્ઞાન ઉપર શ્રદ્ધાની જરૂર છે. જ્ઞાન હાય, પણ જ્ઞાન ઉપર શ્રદ્ધા ન હેાય તે તે જ્ઞાન ૧ચનમાત્રમાં રહે, પણ જ્ઞાન અનુસારે વર્તન થતુ નથી; શ્રદ્ધા રહિત જ્ઞાન કેવળ આડંબરરૂપે શોભે છે, પણ તેવુ જ્ઞાન ચારિત્રપર અસર કરતું નથી, અને જે જ્ઞાનથી ચારિત્ર ન થાય, તે જ્ઞાન બહુ ઉપયોગી ગણી શકાય નહિ; માટે જ્ઞાનની સાથે શ્રદ્ધાની જરૂર છે. ગુરૂની પરીક્ષા કરવામાં મહુ વિચારની આવશ્યકતા છે, પણ એકવાર સદ્ગુરૂને ઓળખ્યા પછી તેમના કથનપર સપૂર્ણ વિશ્વાસ રાખવા વર્તવુ જરૂરનુ` છે. વળી શિષ્યે પરોપકારી સ્વભાવવાળા હાવા જોઇએ. જ્ઞાનના ખરા ઉપયોગ પરોપકારજ છે. જેનું જ્ઞાન પરોપકારમાં વપરાયું નથી, પણ ગર્વનુંકારણભૂત થયુ છે, તેનું જ્ઞાન કુપાત્રે પડયું છે એમ માની શકાય. જ્ઞાન અથવા આત્માની ખીજી કોઈ પણ શકિત અભિમાન માટે નથી, પણુ અજ્ઞાનીનું અજ્ઞાન દૂર કરવાને માટે છે, તેમજ જ્ઞાન જાણી તે પ્રમાણે વર્તવા માટે છે, એ વિચાર હૃદયથી ક્ષણવાર પણ વિસારવા નહિ સ પ્રકારના મને દૂર કરવાનું સાધન જ્ઞાન છે. પણ જો જ્ઞાનનેાજ મદ થાય તેા પછી તેને વાસ્તે બીજો એક પણ ઉપાય જડી આવે નહિ. માટે જ્ઞાન ગર્વના કારણભૂત ન થાય એ વિચારથી પ્રથમથી પરોપકાર વૃત્તિ હાવાની જરૂર છે. કાઈ
For Private And Personal Use Only