________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
લૂમ પડતા ગુણા કરતાં વિશેષ ગુણાની જરૂર છે, તે ગુણામાં મુખ્ય ગુણ નીચે પ્રમાણે છે. પ્રથમ ગુણ એ છે કે તેનામાં સારી બુદ્ધિ હોવી જોઇએ. જ્ઞાન મેળવવામાં સારી બુદ્ધિની અતિશય જરૂર છે. જેનામાં સારાસાર પારખવાની શક્તિ ખીલેલી નથી, જેની તર્કબુદ્ધિ પરિપકવ થયેલી નથી, અને જે સ્વતંત્ર રીતે વિચાર કરવા સમર્થ નથી, તે જ્ઞાનનું ગંભીર રહસ્ય યથાર્થ સમજી શકે નહિ. બુદ્ધિ પણ એ પ્રકારની શક્તિ છે. તેના સદુપયેાગ તેમજ દુ: રૂપયોગ પણ થઈ શકે. માટે ખીલેલી બુદ્ધિના સહુપચેગજ થાય તે માટે શિષ્યમાં બુદ્ધિની સાથે સુમા તરફ રૂચિ હોવી જોઈએ. જે માર્ગ બુદ્ધિને રૂચે તેવા લાગે તે માર્ગ તરફ તેણે રૂચિ રાખવી જોઇએ. શુદ્ધ અને સત્ય માર્ગ તરફ તેની વિશેષ રૂચિ થવી જોઇએ. અને તે સાથે આ સંસારમાંથી મુક્ત થવાની મુમુક્ષા તેનામાં ખાસ હાવી જોઇએ. તે મુમુક્ષા વૈરાગ્યથી પ્રાદુભાવ પામે છે, જ્યાં સુધી મનુષ્યમાં અંત વૈરાગ્ય નથી, અને અંતરગ પ્રમાણે બાહ્ય વૈરાગ્ય પણ શક્તિ પ્રમાણે ગ્રહણ કરતા નથી, ત્યાં સુધી તે માણુસમાં ખરૂ' મુમુક્ષુત્ર જાગૃત થયું છે. એમ માની શકાય નહિ. જ્યારે આ જગતના માયાવી અને ક્ષણભ’ગુર પદાર્થાની અનિત્યતા અને અસારતાને માણસને ઘણે અંશે ખ્યાલ આવે છે, ત્યારેજ તેપરથી તેનું મન ઉઠી જાય છે, અને નિત્યતત્ત્વ જે આત્મા છે, તે શોધવાને, અને ઉપાધિથી મુકત થવાને તેના હૃદયમાં સ્વાભાવિક અભિલાષા ઉત્પન્ન થાય છે. તેજ ખરો મુમુક્ષુ કહી શકાય. આવા ગુણુવાળે
For Private And Personal Use Only