________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०
ગમાં વર્ણવી ગયા, હવે આપણે અજીવનું સ્વરૂપ વિચારીએ. જડ લક્ષણવાળે અજીવ છે. લક્ષ્ય અને લક્ષણનું જેનશાસ્ત્ર પ્રમાણે કેટલેક અંશે તાદાસ્ય હોવાથી, અજીવનું લક્ષણ અને લક્ષ્ય જડ છે. જેનામાં જીવ નહિ તે અજીવ. જીવથી વિયુક્ત સર્વ પદાર્થો અજીવ સંજ્ઞાને ગ્ય છે. પાંચ ઈ. ન્દ્રિય, ત્રણ (મન વચન અને કાય) બળ, શ્વાસેચછવા સ અને આયુષ્ય એ રીતે દશ પ્રાણ જેનશાસ્ત્રકારોએ માનેલા છે. તે દશ પ્રાણમાંથી ઓછામાં ઓછા ચાર અને વધારેમાં વધારે દશ પ્રાણુ જેનામાં માલુમ પડે, તે જીવ કહી શકાય આ દશમાંથી એક પણ પ્રાણ ન હોય, તે અજીવ કહેવાય છે. જીવ હોય ત્યારે પુદ્ગલની કાયા બંધાય છે, તેવી જીવ ચાલ્યા ગયા પછી કાયા રહેતી નથી, પ્રાણના આધારે અજીવથી જીવ જ્યારે લેખી શકાય.
હવે જીવના એકેન્દ્રિયાદિ ભેદે પાંચ વિભાગ પાડવામાં આવે છે. તેમાં સ્પર્શ ઈન્દ્રિયવાળા તે એકેન્દ્રિય કહેવાય છે, તેમાં પૃથ્વી, પાણી, તેજ, વાયુ તથા વનસ્પતિ જાણવા બે ઇન્દ્રિય જીને રસ અને સ્પર્શ મળીને બેઈન્દ્રિયે હોય છે. જો અળસીયાં વગેરે છે તેના દષ્ટાન્ત છે. ત્રણ ઈન્દ્રિય અને સ્પર્શ, રસ, થ્રાણ ઇન્દ્રિય હોય છે, કીડી વગેરે જતુઓ તે ભાગમાં આવી જાય છે; સ્પર્શ રસ ઘાણ અને ચક્ષુ ઈન્દ્રિયવાળાને ચતુરિન્દ્રિય જંતુ કહે છે. વીંછી, ભ્રમર મક્ષિકા વગેરે તેના દાખલા રૂપે છે. સ્પ, રસ, ધાણ ચક્ષુ અને શ્રેત્ર એ પાંચે ઈન્દ્રિયે જેને હોય તે પંચેન્દ્રિય કહેવાય
For Private And Personal Use Only