________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણુ-કુગુરૂની સંગતિથી નિપજના ખરાબ પરિણામ આપણે વિચારી ગયા હવે આ મનુષ્યજન્મ પામીને જન્મના સાર્થકય સારૂ માણસે કેવી રીતે સદ્ ઉદ્યમ કરે અને સદ્ગુરૂની સેવા કરવી તે બતાવતા ગ્રંથકાર જણાવે છે કે,
અર્થકામધેનુ જે દુર્લભ આ મનુષ્યજન્મ મેળવી ને સમ્યગ્ધર્મના ઉપદેશકેની વિશેષ પ્રકારે સેવા કરવી છે ૬ !
ભાવાર્થ---કામધેનુ મેળવવી એ કામ કાંઈ સુલભ નથી, તેમ આ મનુષ્ય જન્મ પ્રાપ્તિ પણ દુર્લભ છે. મનુ ષ્ય જન્મની દુર્લભતા બતાવવાને શાસ્ત્રમાં દશ દષ્ટાન્ત આપેલા છે. મનુષ્ય જન્મ ચારે ગતિમાં ઉત્તમ છે, દેવે પણ મનુષ્ય જન્મની વાંછના અહર્નિશ કર્યા કરે છે. દેવ લેકમાં મનુષ્ય પિતે આ પૃથ્વી પર કરેલા શુભ કાર્યનાં ફળ ભેગવે છે; દેવલેકમાં પુણ્ય ક્ષીણ થયે માણસ મૃત્યુલેકમાં આવે છે મેક્ષ મેળવવાને માટે યોગ્ય સ્થાન આ મનુષ્યલેક છે, એમ શાસ્ત્રમાં સ્થળે સ્થળે લખવામાં આવેલું છે. વળી નિગદમાંથી અવ્યવહારરાશિમાંથી વ્યવહાર રાશિમાં આવી, ત્યાંથી એકેન્દ્રિય ઈન્દ્રિય તેરેન્દ્રિય ચતુરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય આદિ જુદી જુદી ગતિમાં અનેક પ્રકારનાં કષ્ટ સહન કરી, જીવ મહાપુણ્યદયે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે, માટે મનુષ્ય જન્મનું ટુલન પણું જે શાસ્ત્રમાં લખેલું છે તે યથાર્થ છે. વળી નરકમાં તે પોતે આ પૃ
For Private And Personal Use Only