________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાક
સમ્યકત્વ પણ આત્મા જ પ્રાપ્ત કરી શકે છે. આમ થઈ શકે છે એનું કારણ એજ છે કે આત્મા સ્વભાવે જ્ઞાનમય છે. જ્યારે જ્ઞાનને આવરણ કરનારાં કારણે દૂર થઈ જાય છે, ત્યારે આત્માનું જ્ઞાન પ્રકટી નીકળે છે. તે વખતે ષડૂ દ્રવ્ય અને નવ તત્ત્વનું સ્વરૂપ તે યથાર્થ સમજે છે; જ્યારે તે બરાબર સમજાય છે, ત્યારે તે પર અચળ શ્રદ્ધા થાય છે. અને જ્યારે શ્રદ્ધા પરિપૂર્ણ જામે છે, ત્યારે તદનુસાર વર્તન પણ થાય છે. માટે સમ્યકત્વનું અને શુદ્ધ ચારિત્રનું મૂળ તપાસીએ તે જ્ઞાન છે, અને તે જ્ઞાનને સંભવ આત્માના જ્ઞાનમય સ્વભાવને લીધે છે. માટે જરા પણ ડર ખાતે નહિ. જરા પણ હિંમત હારવી નહિ. કારણ કે આમ સ્વરૂપમાં કોઈ ફેરફાર કરવા સમર્થ નથી.
વળી આભા ઇષ્ટ વસ્તુને સાગર છે. જેમ સમુદ્રમાં સઘળાં ઉત્તમ રને મળે છે, તેમ આત્મામાં સઘળી ઈષ્ટ વસ્તુઓ મળી આવે છે. જે ઇષ્ટમાં ઈષ્ટ વસ્તુ છે તે આ તમામાંજ છે; અને બાહ્ય વસ્તુઓ જે ઈષ્ટ લાગે છે, તે પણ આત્માને લીધેજ કઈક અપેક્ષાએ ઈષ્ટ વાગે છે. પુત્ર પ્રિય લાગે છે તેનું કારણ ફક્ત દેહ નથી કિંતુ પુત્રની અંદર રહેલે આત્મા પણ છે, સ્ત્રી પ્રિય લાગે છે તેનું કારણ સ્ત્રીની અંદર રહેલે આત્મા છે. જે સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે આત્માને લીધે પ્રિય લાગતાં ન હોય તો મરણ પછી કેમ તે શરીરને ઘરમાંથી દૂર કરવાને સઘળા તત્પર થાય છે, કેમ એક ક્ષણ વાર પણ તે શરીર પ્રિય લાગતું નથી ? માટે જગતમાં ઈષ્ટમાં
For Private And Personal Use Only