________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६६
સ્વભાવ(૨) નિયતિ–નિશ્ચય-ભવિતવ્યતા (૩) કાલ. (૪) કર્મ અને (૫) ઉદ્યમ. આ પાંચ સામગ્રીની જરૂર છે. વસ્તુને સ્વભાવ ન હોય તે તે કેવી રીતે બની શકે ! જડ વસ્તુના જ્ઞાન એ સ્વભાવ નથી તેા ખીજા કારણે મળે તે પણ જડ વસ્તુમાં કદાપિ જ્ઞાન આવે નહિ. વળી કાર્ય સિદ્ધિ સાર્ ભવિતવ્યતાની જ છે. જો ભવિતવ્યતા ન હોય તા, જો તેમ બનવાનું નિશ્ચિત ન હેાય તા, કાંઇક પ્રતિકૃળ કારણ વિઘ્નરૂપ થાય, અને તેથી કાની સિદ્ધિ થતી અટકે, જેમ જેમ જુદી જુદી ઋતુમાં જુદાં જુદાં ફળ પાકે છે, તેમ કાળ પણ મેાક્ષને અનુકૂળ અથવા પ્રતિકુળ સંભવી શકે. કર્મ પ્રમાણે માણસને ધર્મની સામગ્રી પ્રાપ્ત થાય છે બુદ્ધિ પ્રમાણે કાર્યની સિદ્ધિમાં કમને પણુ જરૂરનું અંગ ગણવુ જોઇએ. અને સૌથી અગત્યનું સાધન ઉદ્યમ છે. જો બધી સામગ્રી મળી હોય, પણ માણસ ઉઘમ ન કરે, પુરૂષાર્થ ન સ્ફુરવે તે વિજય કદાપિ પ્રાપ્ત થઇ શકે નહિ માટે આ પાંચે કારણા કાર્યની સિદ્ધિ અર્થે જરૂરનાં છે. જેટલો સાધનની ન્યૂનતા તેટલી સાધ્ય સિદ્ધિમાં ખામી; એજ આ શ્ર્લાકના સાર છે. ૫ ૫૮ ૫
अबतरणम् – केचित्कालेनैकेन हेतुना मुक्तिं मन्यन्ते तेषां मतनिरासार्थमाह ||
श्लोकः कथं कार्यस्य सिद्धिः स्यात् कालेनैकेन हेतुना || एकान्ततो हि मिथ्यात्वं विज्ञेयं सुविचक्षणैः ॥ ५९ ॥
For Private And Personal Use Only