________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જડપદાર્થરૂપ પિતાને કરે છે, એક વખતે એવી એક ગાંડાની ઈસ્પીતાલની મુલાકાત લેવાને કેટલાંક સ્ત્રી પુરૂષ ગયાં હતાં. તે મકાન તથા તેની અંદર રહેનારા માણસને બતાવવાને એક ગાંડાને જ નિમવામાં આવ્યું હતું તેનામાં ગાંડપણનું કાંઈ પણ ચિન્હ જોવામાં આવ્યું નહિ. તે બહુ વિચારશીલ માણસની પેઠે વાત કરતો હતો, અને આખું મકાન અને સંસ્થાને વહીવટ તે મુલાકાતે આવનારને બરાબર રીતે તેણે સમજાવે પણ જેવા તે પુરૂષ રજા લેવાની તૈયારીમાં હતા, તેવામાં તે માણસે એક વિ. ચિત્ર પ્રકારની શારીરિક સ્થિતિ ધારણ કરી એક હાથ કેડ ઉપર મુકીને અને બીજો હાથ સામી બાજુએ હવામાં લગાવીને તે બેલી ઉઠયે “મહેરબાની કરીને મને રેડે કારણ કે હું ચાદાની છું” આપણે જાણીએ છીએ ચાદાનીને એક પકડવાને હેન્ડલ હોય છે, અને બીજી બાજુએ ચા રેડવાનું નાળચું હોય છે. જ્યારે તેણે ઉપર જ ણવેલી સ્થિતિ ધારણ કરી ત્યારે પોતે ખરેખર ચાદાની હોય એમ તે ગાંડે મનુષ્ય પોતાને માનતે હતે. આપણે તે ગાંડાને હસી કાઢીએ છીએ. પણ જો તમે મને માફ કરો તે હું જણાવું કે આપણે સઘળા પણ પ્રમાણમાં ગાંડાજ છીએ. આપણે પણ અજ્ઞાનથી શરીર સાથે આપણું એક્ય હોય તેમ આચરીએ છીએ. કેટલાક મનુષ્ય ઇન્દ્રિએમાં રમે છે, કેટલાક વાસનાઓમાં ભમે છે, અને કેટલાક મનમાં રમે છે. આ રીતે જુદા જુદા પ્રમાણમાં સર્વ ગાંડા છે. પણ આમા તે ઇંદ્રિય વાસના અને મનથી ભિન્ન છે;
For Private And Personal Use Only