________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५३
છે કારક શુદ્ધરૂપે રહેલા છે. અને હું તે છ કારકને કર્તા છું. છે પ૩ છે
ભાવાર્થ-છ કારકનાં નામ નીચે પ્રમાણે છે. કર્તા કારક,કર્મ કારક, કરણ કારક, સંપ્રદાન કારક, અપાદાન કારક અને અધિકરણ કારઆ કારકે આત્માને કેવી રીતે લાગુ પાડી શકાય? તે હવે આપણે વિચારીએ. આત્મા પ્રથમ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ પોતાના ગુણને કર્તા છે તે ગુણેને પ્રકટ કરી શકે છે, માટે આત્મા તે ગુણેને કત્તા કહેવાય છે. વળી કર્મ અથવા ફળ પણ આત્માને લાગુ પાડી શકાય. મુકિતદશા આત્મરમણતા રૂપ ફળ તે પેદા કરી શકે છે, તે નિપજાવે છે, માટે કર્મ કારક પણ આમાને લગાવી શકાય. કરણ એટલે સાધન જેમ સુ તાર સાધન વડે લાકડાનું ધારેલું કાર્ય ઉપજાવે છે, તેમ આત્મા પણ શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન અને શુદ્ધ ચારિત્રરૂપ સાધન વડે ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે છે. તે સાધન પણ તેનાથી ભિન્ન નથી. સાધન પણ તેનામાં પિતાનામાંજ ૨હેલાં છે. વળી આત્માને સંપ્રદાન કારક પણ લાગુ પડે છે. સંપ્રદાન એટલે પિતાના પ્રતિ આકર્ષવું. પિતાને ફળ મળે તેમ વર્તવું. જ્યારે આત્મદર્શનરૂપ ફળને વાસ્તે ક્રિયા થાય છે. જ્યારે આત્મા સ્વભાવમાં રમે છે, ત્યારે સંપ્રદા નકારક કહેવાય છે.
અપાદાન એટલે દૂર કરવું એ અર્થ થાય છે. જે પરભાવ છે, જે જડવસ્તુ છે, જે આત્માની પોતાની નથી, તેવી સર્વ વસ્તુઓ અને ભાવો ઉપરથી મમવભાવ ત્યાગ,
For Private And Personal Use Only