________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३९ ણાયા વગર રહેશે નહિ કે મમત્વભાવ એજ દુઃખનું પરમ કારણ છે. “આ મારૂં અને હું એને સ્વામી” આવે. છેટે અધ્યાસ થયેલ હોવાથી તે વસ્તુ ન મળતાં અથવા તેને નાશ થતાં સહજ દુઃખ થાય છે. શ્રીમદ્ જશેવિજયજી પણ જ્ઞાનસારમાં આવાજ અર્થને શ્લેક લખી જણાવે છે કે “ હું અને મારૂં એ મેહરાજાને મહામંત્ર છે, અને તે અંગે આખા જગતને અંધ બનાવ્યું છે. જે તે શબ્દની આગળ ન મુકવામાં આવે અને એમ કહે વામાં આવે કે “ આ હું નહિ અને એ મારું નહિ” તે તેને તેજ મંત્ર મહિને જીતવા સમર્થ થાય છે. અનેક ભવથી આ મોહરાજાના પ્રબળ મંત્રની એવી તે સજડે. છાપ માણસ માત્ર પર પડી ગયેલી છે કે ગુરૂની કૃપા વિના અથવા આત્મધ્યાન કરવાના પરમ પુરૂષાર્થ વિના તે છાપ-અસર દૂર કરવી એ કામ ઘણું વિકટ છે. સામાન્ય મનુષ્ય એમ જણાવે છે કે જે જગતની આ વસ્તુઓ ઉપરને મમત્વ ભાવ દૂર કરીએ તે પછી અમને સુખ શેમાં મળે ! આ વસ્તુઓ તે મારી નથી એવી ભાવના આવવાથી શે આનંદ પ્રાપ્ત થાય !
જેણે ઉચ્ચ જીવનના સુખને લેશ માત્ર પણ આ સ્વાદ ન થયે હેય તેના મનમાં આવી શંકા પુરે એ સ્વાભાવિક છે. જે નિસ્પૃહી લોકો છે, અને જેઓ આત્મધ્યાન કરવા મથે છે, તેમને જે આનંદ થાય છે, તેની સાથે આ જગતને કઈ પણ આનંદ સરખાવી શકાય તેમ નથી. મધુર સ્વરનું રસીલું મૃગ પારધિને હાથે મરવાનું
For Private And Personal Use Only