________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮ ભાને સ્વાભાવિક ગુણ નથી, પણ વિભાવિક ધર્મ છે, અને તે સર્વથા વ્યાજય છે. રાગદ્વેષ જાનિત કર્મમળ અને આ ત્માને ખરે સંબંધ નથી, પણ આત્મા ભુલથી પિતાને રાગદ્વેષમય માને છે, અને તેથી રાગદ્વેષથી તે લેપાય છે.
જે વખતે આ ભ્રમ ટળી જાય છે, અને આત્મા પિતાને આત્મા તરીકે ઓળખે છે, તેજ પળે સર્વ કર્મબ ધને, સૂર્યના પ્રકાશ આગળ ઘુમસની માફક, અદશ્ય થઈ જાય છે. અને આત્મા અહંત બને છે; દેવતાઓને પણ પૂજ્ય બને છે. શુદ્ધ અને નિષ્કામ ધાર્મિક ક્રિયાથી પણ કર્મ દૂર થાય છે, પણ ખરે આત્મ પ્રકાશ તે આત્મજ્ઞાનના અને નુભવથી જ થાય છે. તે અત્પદવી પ્રાપ્ત કર્યા પછી આ જગતની અંદર જાણવા યોગ્ય કાંઈ બાકી રહેતું નથી. આ શબ્દોમાં જેવી ઝડપથી તે દર્શાવાય છે, તેટલું તે કામ સુગમ નથી. પ્રકૃતિ અથવા પાલિક પદાર્થો એવા એવા સૂક્ષમ સ્વરૂપથી માણસને લલચાવે છે કે જ્ઞાની પણ ક્ષણવાર પિતાનું આત્મ સ્વરૂપ ભુલી જાય છે, અને પિતે જડ હોય તેવી રીતે વર્તે છે. પણ જ્ઞાન હોવાને લીધે વળી તેને પિતાના સ્વરૂપનું ભાન થાય છે, અને પ્રાપંચિક જાળમાંથી તે મુક્ત થવા પ્રયતન કરે છે. આમ ઉદ્યમ ઉદ્યમ કરતાં કરતાં, અને આત્માનું ધ્યાન કરતાં કરતાં માણસ ધીમે અહપદવી મેળવવા ભાગ્યશાળી થાય છે.
अवतरणम्-अत्र श्लोके आत्माऽऽत्मज्ञानेनाऽहन भवती त्युक्तं स एवा त्मा सिद्धो भवति तदयितुमाह ॥
For Private And Personal Use Only