________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११६
જુદા ભાગેયર ઉંચે ચઢતાં જીવ ક્ષેપક શ્રેણીઓ આરૂઢ થાય છે, અને અંતે સકલ કર્મથી મુકત થઈ અહંતપદ પ્રાપ્ત કરે છે. ધ્યાન માર્ગ જેમ શબ્દમાં દર્શાવવામાં આ
જો, તેટલે સુગમ નથી. તેને વાસ્તુ પ્રથમ મનને એકાગ્ર કરવાની જરૂર છે. અને મનની એકાગ્રતા વાસ્તે શુભ આલ બનેની આવશ્યકતા છે. શુભ આલંબનને આશ્રય લઈ પ્રથમ ધર્મ ધ્યાન કરવું, જ્યારે મન એકાગ્ર થતું જાય, ત્યારે તે એકાગ્ર થયેલા મનની શક્તિને આત્મયાનમાં પરોવવી. આત્મ ધ્યાનથી આત્મા નિર્મળ થાય છે. જડ વસ્તુથી પોતે ભિન્ન છે એ તેને અનુભવ થાય છે. આત્મા અને જડ વસ્તુના ભેદ જ્ઞાન ઉપર ધ્યાન કરતાં આત્મ દશનને સાક્ષાત્કાર થાય છે, અને જેને આમ દર્શન થયું તે સકળ વસ્તુને જ્ઞાતા બને છે. આત્મ જ્ઞાનીથી કોઈ પણ બાબત ગુપ્ત રહેતી નથી. આપણે ઉપર વિચારી ગયા છીએ કે આત્મામાં દરેક વસ્તુનું પ્રતિબિંબ પડે છે. માટે આત્મજ્ઞાની સકલ પદાર્થને જ્ઞાતા થાય છે.
અવતરણ–આત્મધ્યાન કેવી રીતે કરવું અને તેથી શું લાભ થાય તે એ બાબત હવે ગ્રંથકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.
અર્થ–જે પુરૂષ એકાગ્ર ચિત્ત વૃત્તિથી આત્માને નિ વિકલપ માની ધ્યાન કરે છે, તે સ્વસ્થતા પામીને પરમાનન્દને ભજનારા થાય છે. ૩૭
ભાવાર્થ–એ અધ્યાત્મ સૃષ્ટિમાં નિયમ છે કે
For Private And Personal Use Only