________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०३
છે ? ભય પામેલાને મૃત્યુ છેાડી દેતું નથી જેટલા જન્મ્યા તેટલાને વાસ્તે મરણુ નિશ્ચિત છે જો તું મૃત્યુના ભયથી મુક્ત થવા ઇચ્છા રાખતા હાય તા ફરીથી જન્મ ન લેવા પડે, તેવા પ્રયત્ન કર. કહેવાના ભાવાર્થ એ છે કે જન્મતાને વાસ્તે મરણુ છે. પણુ આત્મા તા જન્મતા નથી તેમ તેનુ મરણું પણ નથી. આ સઘળુ નિશ્ચયને આધારે કહેવામાં આવ્યું છે, એ વિચાર ક્ષણવાર પણ દષ્ટિ આગળથી દૂર રાખવા નહિ, આત્માને જન્મ મરણુ નથી એટલુંજ નહિં પણ તેને દેહ પણ નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે, તેને આપણે અત્રે નિશ્વય નયથી વિચાર કરીએ છીએ છીએ, અને તે અપેક્ષાએ આત્મા દેહાતીત છે, આત્માને પૂર્વ કૃત કર્મના બળથી દેહ વળગે, પણ આત્મજ્ઞાની તે દેહને ઉપાધિ રૂપ સમજે છે, સાધન રૂપ ગણે છે. પણ પાતે તેનાથી ન્યારે છે, એવી ભુદ્ધિ એક ક્ષણવાર પણ તે આત્મજ્ઞાનીના ચિત્તમાંથી ખસતી નથી. જેટલે શે તે બુદ્ધિ રાખવામાં પ્રમાદ તેટલે અંશે અજ્ઞાન સમજવુ. જ્યારે આત્માને જન્મ મરણુ તથા દેહ નથી ત્યારે તે કેવા છે, એવી શંકાના સમાધાન અર્થે ગ્રંથકારજ જણાવે છે કે તે ચિસ્વરૂપી છે, તે જ્ઞાનમય છે. તે જ્ઞાનસ્વરૂપી છે આત્માને કલ્પસૂત્રમાં જ્ઞાનઘન કહેલા છે. આત્મા અને જ્ઞાન તે ભિન્ન નથી, તે એના તાદાત્મ્ય સ"ધ છે. વળી આત્મા નિર્લેપ છે. કાઈ પણ પ્રકારના લેપથી તે મુક્ત છે. નિશ્ચયથી તે કર્મમળ રહિત છે, જેમ ક્રાઇ સિંહનું બચ્ચુ ભૂલથી ઘેટાનાં ટોળામાં રમે અને
For Private And Personal Use Only