________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૭ ) પુરૂષ સૂત્રસિદ્ધાંતનું રહસ્ય યથાર્થ સમજી શકે છે. કોઈ અહંવૃત્તિવાળા હોય છે, તે પણ સૂત્રાદિક ભણવાથી તેની અહંવૃત્તિને નાશ થાય છે. તેથી એકાંત કેઈએ સમજવું નહિં. દુહામાં જે લખ્યું છે, તેતો અહંવૃત્તિ સૂત્ર ભણીને પણ ટાળવી, તેવા ઉદ્દેશથી સમજવું. કિંતુ તેથી અન્યએ એ અર્થ લે નહિં કે, સૂત્રાદિકનો અભ્યાસ કરવાથી, અહંવૃત્તિ પ્રગટે છે. માટે જે વિદ્વાન હોય છે, તે સર્વ ખરાબ છે, આ વિચાર સ્વપ્નમાં પણ લાવવાથી આત્માનું હીત થતું નથી. જે જે વચને લખાય છે, તે સાપેક્ષથી શિક્ષારૂપ છે, પણ તેથી વિદ્યાભ્યાસને નિષેધ નથી. ગંગાનદીમાં ગમે તે મલીન પુરૂષ સ્નાન કરે તો પણ જલને સ્વભાવ એ છે કે તે પુરૂષના શરીરને સ્વચ્છ કરે. તેમ અત્ર પણ શ્રીવીરપ્રભુના સૂત્રોમાં એવું સામર્થ્ય છે, કે તેથી ભવ્યાત્મા નિર્મલ બને. અત્ર તે એટલું જ લેવું કે, કોઈ જીવ સૂત્રાર્થ ભણી ગર્વ કરે તો વિદ્યામદ કર્યથિી આમઅહિત કરે, તેથી તેવી પરિણતિ જીવને થાય નહિ, તેટલા પુરતું આ શિક્ષાવચન દુહામાં કહ્યું છે. પણ તેથી કેઈએ વિપરીત માર્ગમાં પ્રવેશ કરે નહીં; જીનવાણી સૂત્રરૂપ ગંગાને પ્રવાહ છે, તથા જીનવાણી તે સાક્ષાત્ તીર્થકર સમાન છે, તેને અભ્યાસી સાધુઓની પૂર્ણ ભક્તિ કરવી. તેમની નિંદા કરવી નહિં. જ્ઞાન અને જ્ઞાની
For Private And Personal Use Only