________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) નથી, અને સમ્યગરી ત્યા તેનું ભાન થયું નથી, અને ચાવપર્યત અનેકાન્તમત જાણીને અનેકાન્તદ્રષ્ટિ થઈ નથી, તાપર્યત ક્રિયાકાંડકલેશે કરી જગપરિભ્રમણ મટતું નથી. સ્વ અને પરના જ્ઞાનવિના આત્મતત્વારાધક થઈ શકતો નથી, અને આત્મારાધક થયા વિના, શુદ્ધપરિણતિ સમુખ થવાતું નથી. યથાપ્રવૃત્તિકરણની આરાધના જીવે ઘણીવાર કરી પણ સમકિતગુણ પ્રાપ્ત થયે નહીં. અને તેથી ભવાંત આ નહીં. આત્મભાન થયા વિના, વૈરાગ્યગુણ તથા ખરેખરી ઉદાસીનતા પ્રગટ થતી નથી, અને આત્મભાનવિના મેહભાવ ઘટતો નથી. આત્મજ્ઞાનવિના સંયમની આરાધના થતી નથી. આત્મજ્ઞાનથી જ વિવેકદ્રષ્ટિ પ્રગટે છે. અને તે વિવેકદ્રષ્ટિ વિના અવિવેકથી અનેક પ્રકારની કણક્રિયાઓ કરી, પણ ભવાંત આ નહીં.
વળી અશુદ્ધપરિણતિથી આત્માએ સ્વપરનું જ્ઞાન મે ળવ્યું નહીં. અને વ્યવહારમાર્ગથી સૂત્ર ભણી પંડિતપણુંનું અભિમાન ધારણ કર્યું. ફક્ત પંડિતાઈની ખ્યાતિ માટે સૂત્રાભ્યાસ સ્વીકાર્યો, તેમ વેદભણી હું વેદાંતજ્ઞાતા, મારા જે કઈ વિદ્વાન નથી, એવું અહંવૃતિથી માની લીધું. આત્મજ્ઞાનપૂર્વક વિવેકદ્રષ્ટિથી, જે તત્ત્વાભ્યાસ કરવામાં આવે તે અહંવૃત્તિ ઉદ્ભવતી નથી. કારણકે, જે જે ભણવું છે, તે તે આત્મા છે, એમ વિવેકી સમજે છે. તેથી વિવેકી
For Private And Personal Use Only