________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪) ચારિત્ર અવસ્થા ગાળી હતી, ત્યારે તેમને કેવળજ્ઞાન થયું. તેવી સ્થિતિ પ્રાપ્ત કરવા તમોએ જરા માત્ર પણ પ્રયત્ન કર્યો નથી, માતેલા સાંઢની પેઠે અહનિશ ચિત્તવૃત્તિને દુનીયાના વ્યવહારમાં ગમે ત્યાં ફરવાદે છે, તેથી તમારે અને શુદ્ધ પરિણતિને આકાશ અને પાતાળ જેટલું અંતર રહે છે. શુદ્ધ પરિણતિ તમારા આમાથી દૂર નથી, તમારી પાસે જ સદા કાલ વસે છે. પણ તમારાજ પ્રમાદથી તે તિભાવે વર્તે છે. જો તમે આત્માભિમુખતા સાધવા અર્થ શુદ્ધજ્ઞાન અને જ્ઞાનવડે બાહ્યપ્રપંચથી તથા રાગદ્વેષાદિ આંતરપ્રપંચથી દૂર રહી, પ્રયત્ન કરે, તે તે પ્રગટ થયા વિના રહેવાની નથી. તમારા ઉદ્યમમાં ખામી છે. તમે શુદ્ધપરિણતિ કરવા અર્થે આજ સુધી દ્રઢ સંક૯પ કરી, ખરા પ્રેમ તથા પ્રયત્નથી જોડાયા નથી. શુદ્ધપરિણતિ એમ કહે છે કે જે ભવ્ય આત્મસ્વભાવમાં પરિણમે, અને પરસ્વભાવમાં પરિણમે નહીં તેની તે હું દાસી થઈને રહું છું. પણ જે જીવ અશુદ્ધ પરિણતિનું સેવન કરે છે, અને તેનામાં જ રાગદેવથી પરિણમી રહે છે, તેનાથી હું તેની પાસે છતાં દૂર છું. વળી શુદ્ધ પરિણતિ એમ કહે છે કે જે ભવ્ય આત્મધ્યાનથી સ્વસ્વભાવમાં રમણુતા-લીનતા-એકતા કરે છે. તેની હું રાગીણી થાઉં છું. મારી પ્રાપ્તિ કરનાર આત્માને સદાકાળ અખંડ અનંત સુખ સમયે સમયે મળે છે. મારી પ્રાપ્તિ
For Private And Personal Use Only