________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
અંતર તિ મનુષ્યભવ દેને ત્યાગ કરવા મળેલ છે નહિ કે વધારવા માટે. દેથી તે અનંતભવ મહાકણ યાતના વેઠી પૂર્ણ કર્યા. ત્યાં ગુણાનુરાગી ગુણી બનવા સાધન સામગ્રી મળી હે પણ તે તરફ લાગણું થઈ નહિ આથી કષ્ટ યાતનાઓ ભેગવવી પડે છે.
તે આ દેવદુર્લભ એ મનુષ્યભવ આપણને મળેલ છે તે તેને પૂરેપૂરે ઉપયોગ કરીને, દેને દૂર કરીને ગુણી બનવું જોઈએ.
ગુણનુરાગી બનવામાં પરમાત્માની આજ્ઞા મુજબ આચાર–વિચાર ને ઉચ્ચારની અગત્યતા સ્વીકારવી જોઈએ. જ્યારે તે સ્વીકારવામાં આવે ત્યારે જ પ્રશમ-સંવેગ-વૈરાગ્ય અને વિવેક વગેરેના વેગથી–નમ્રતા–સરલતા–સંતોષનિભતા આદિ ગુણે પ્રગટે છે અને ગુણાનુરાગી બનાય છે. આવું જીવન જીવવાથી દે દૂર થાય છે. અને દેને દૂર કરવામાં જ મનુષ્યભવની સફળતા છે.
અન્ય પ્રાણીઓને દુઃખી જોઈ તેમનાં બેને દૂર કરવા પ્રયત્ન કરે. પરંતુ તેમનાં દુઓને જોઈ ખુશી નહિ થતાં વિચારજે કે આ જીવે રાગ-દ્વેષ વગેરે દોષોથી દોષિત અનીને આજે આ યાતના ભેગવી રહ્યાં છે.
For Private And Personal Use Only