________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ બુદ્ધિના દેવાળિયાં અજ્ઞાનતાના યોગે બાહ્યાત્માઓ ધનમાં જ સુખ માનીને. તેમાં જ હરકેઈ પ્રકારે આસક્ત રહે છે. અને જ્યારે પાદિયે. ધન જતું રહે છે ત્યારે તેઓ શેક કરે છે.
ધનમાં શાંતિ મળતી ન હોવાથી કેટલાક પ્રસિદ્ધ થવામાં પ્રેમ રાખે છે. તેમાં વળી અનુકૂળતાના અભાવે પત્નીમાં પ્રેમ રાખી રાજી થાય છે અને પત્નીને પણ રાજી રાખવા મથામણ કરે છે. પરંતુ જ્યારે તેમાં પ્રતિકૂળતા આવે છે ત્યારે તેના પર દ્વેષ રાખીને તેને ત્યાગ કરે છે અને ક્યારેક તે મારી નાંખવા સુધીને પણ દુષ્ટ પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે તે સ્ત્રી મરી જાય છે ત્યારે તે રડવા બેસે છે.
કેટલાક પિતાની આબરૂને નુકશાન કરનાર માણસે સામે પડીને પિતાની આબરૂ સાચવવા હજારો રૂપિયાને વ્યય કરે છે. આ બધું કરવા છતાં પણ જ્યારે શાંતિ મળતી. નથી ત્યારે તેઓ ભાગ્યને દોષ કાઢવા બેસે છે. પરંતુ પિતાના દોષ તરફ તે તેઓ લેતા જ નથી. આને બુદ્ધિનું દેવાળું ન કહેવાય તે બીજું શું કહેવાય?
For Private And Personal Use Only