________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
હોય તે આપે સમ્યગુ દર્શન જ્ઞાન–ચરિત્રના ગે તમને જે સત્ય સરળતા-નમ્રતા-સતેષ–પ્રશમભાવ પ્રાપ્ત થયેલ હોય તે બીજા અધિકારી ભાગ્યવંતેને તેવા થવાને ઉપદેશ આપીને પોપકારી બનવામાં તેર કાઠીયાને દૂર કરજે.
સર્વજ્ઞ ભગવતેએ જે જે જાણ્યું અને અનુભવ્યું તે પ્રમાણે જગતના જીવને ઉપદેશ આપેલ છે. તેના પર પૂર્ણ શ્રદ્ધા રાખવાની ખાસ જરૂર છે તેવી શ્રદ્ધા રાખવાથી દુન્યવી રંગ રાગમાં ફસાઈ પડાતું નથી.
દુન્યવી રંગ રાગમાં આસક્ત બનેલા છે જ્યારે અસહ્ય પીડાઓ ભેગવે છે તે સમયે જે સમ્યગજ્ઞાનીને સહવાસ થાય તે જ ભગવંતેના વચનમાં વિશ્વાસ જાગે.
એ નહિ બને ઘડી બે ઘડીની શાંતિ માટે ક્ષણિક સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને તેના બદલામાં શાશ્વતા સુખની ઈચ્છા રાખવી છે પણ એ ક્યાંથી બને?
શાશ્વતા સુખ માટે તે શાશ્વત પ્રયત્ન જ કરવા જોઈએ. કારણ જે પુરુષાર્થ કરવામાં આવે તેવાં જ ફળ મળે છે.
For Private And Personal Use Only