________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ અનુકરણ એટલે મરણ બીજા દેશે અને પ્રાંતના માણસેના ખાન-પાનવ-આભૂષણોનું અનુકરણ કરતાં પહેલાં પિતાના દેશ-પ્રાંતગામ અને નગરના ખાન-પાન–વસ્ત્ર અને આભૂષણને માણસે વિવેક પૂર્વક વિચાર કરવું જોઈએ. દરેક વ્યાવહારિક કાર્યો પિતાના ધર્મને અનુસરીને હશે તે બાધ આવશે નહિ, અન્યથા ડગલે ને પગલે બાધ આવવાને સંભવ છે.
બીજાઓ ગમે તેમ વર્તન રાખે પણ આપણે તે વિચાર પૂર્વક જ વર્તન રાખવું જોઈએ. દેખાદેખી કરવામાં પરીણામે શેક સંતાપ થાય છે તેમાં દોષ આપણું જ રહે છે.
એક શક્તિમાન માણસે વિશાળ ખાડાનું ઉલ્લંઘન કર્યું તેને જોઈને જે અશક્ત માણસ ખાડો ઓળંગવા જાય તે તે ખાડામાં પડે અને તેના હાડકાં ખોખરાં થાય. આથી ચેતીને ચાલવું અને આંધળું અનુકરણ નહિ કરવું એ જ હિતકારક છે.
સશક્ત ધમીએ એક કે બે માસના ઉપવાસ કરેલાં હોય તેનું અનુકરણ કરીને જે અશક્ત માણસ તેવા લાંબા ઉપવાસ કરે તે જીવન ઈ જ બેસે ને? તેના કરતાં શક્તિ પ્રમાણે ઉપવાસ કરે તે બાધ આવે નહિ અને સ્વાદને ત્યાગ કરવાથી શક્તિ પણ આ માટે શક્તિને વિચાર કરીને જ અનુકરણ કરવું.
For Private And Personal Use Only