________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
પંથના પથ્થર
અભિમાન કરવાથી પ્રભુ મહાવીર સ્વામીને કેવાં કેવાં કષ્ટો સહન કરવાં પડયાં હતાં તે તમે જાણે છે. તે આપણું તે એવી કઈ તાકાત છે કે તે કોને આપણે હઠાવી શકીશું ? આથી જ ભાગ્યશાળીઓ ! કેઈ પણ જાતનું અભિમાન કરશે નહિ. કારણ કરેલ જ્ઞાન-ધ્યાન વગેરે ક્રિયાઓનું અભિમાન પુણ્યમાં નુકશાન કરે છે અને આગળ વધવા દેતા નથી.
સહન કર
વચનના ઘાતને સમતા પૂર્વક સહી લે છે તે મમતા અને મેહના મર્મસ્થળને ઘાત મારવા શક્તિમંત બની સત્ય વચનની સિદ્ધિને વરે છે. તથા માનસિક સંકલ્પ વિકલ્પને ટાળવા સમતા રાખે છે તે બીજાઓના વિચારે જાણવા ભાગ્યશાળી બને છે. અને જે કાયાના ઘાત વખતે સમતા રાખે છે તે જન્મ મરણના સંકટો પર ઘાત મારી અનંતગુણ સમૃદ્ધિના અધિકારી બને છે.
- આઠ કર્મોના આધારે જ મન વચન અને કાયા મળેલ છે. તેના ઘાને સમભાવે સહી લેવું તે કમેને ઘા કરવા બબર છે. કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તે સહન કર્યા વિના તે ક્યાંથી પ્રાપ્ત થાય? માટે સહન કર !
For Private And Personal Use Only