________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ આ ફળોના નિત્ય સેવનથી સંસારસાગરમાં ઝેલા ખાતી અને પરિભ્રમણ કરતી જીવન નૌકાને સરળતાથી મુક્તિના કિનારે ઉતારી શકાય છે.
ઝાડ અને મુસાફર જગતમાં મુસાફરી કરનાર માનવી ! તારા પ્રવાસના માગે વિવિધ વૃક્ષોની શીતળ છાયામાં તું આરામ લેવા જરૂર બેઠો હશે અને તાપથી તપેલા એવા તને શાંતિ પણ મળી જ હશે.
પરંતુ તે વૃક્ષોએ તને શાંતિ આપવામાં કેટલું કષ્ટ સહન કર્યું છે તેને પણ તું ખ્યાલ કરજે.
તેઓએ ઉનાળામાં તાપ અને તરસ સહન કર્યા છે. કુહાડીના ઘા પણું સહન કર્યા છે. વરસાદના ધમધોકાર પાણીના પ્રવાહને પણ ક્ષમા અને સહનશીલતાથી ઝીલીને પિતાના મૂળને મજબૂત રાખ્યું છે. પવનના ઝપાટાઓ પણ સહન કર્યા છે. અરે! કેઈએ પથ્થરા માર્યા હશે તો તેના પર ગુસ્સે નહિ કરતાં તેમને મીઠાં ફળ પણ આપ્યાં હશે. તેમજ કેઈએ પાંદડાં-ડાળ વગેરે તેડ્યાં હશે તે પણ કોઈના પર રીસ કરી નથી.
તે મુસાફર! વૃક્ષનાં તેવા ગુણેને તારા જીવનમાં ઉતારવાને તું સદાય પ્રયત્ન કરજે.
For Private And Personal Use Only