________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
બકરીના આંચળ અર્થ અને કામ પુરુષાર્થ કહેવાય છે તે ધર્મની આરાધનાને લીધે જ. ધર્મ વિના તે બેની–અર્થ અને કામની -માયા ઘટતી નથી પરંતુ તેમાં વધારે થતે જ જાય છે. એવા ધર્મ વિનાના અર્થ અને કામને ત્યાગ જ કરે ગ્ય છે.
બકરીના ગળામાં રહેલા આંચળમાંથી દુધ મળતું નથી. અને તેમ કરવા કેઈ પ્રયત્ન કરે, તે તેને તે પ્રયત્ન નિષ્ફળ જાય છે. તે પ્રમાણે જે ગાયના આંચળને દેહવામાં આવે તે દૂધ જરૂર મળે છે. અર્થ અને કામ બકરીના આંચળ જેવા છે. તેમાંથી સુખ રૂપી દૂધ મળતું નથી. માટે ધર્મની નિષ્કામભાવે રૂડી રીતે આરાધના કરી આત્મિક ગુણો રૂપી દૂધ મેળવે અને સુખી થાવ.
ધર્મની ટ્રિીય ધર્મને ત્યાગ કરી અર્થ અને કામ ખાતર ચારે દીશાએ પરિભ્રમણ કરવામાં આવે તે પણ શાંતિ મળતી નથી. આ શાંતિ તે વિચાર અને વિવેકપૂર્વક ધર્મની આરાધના કરવાથી જ મળે છે.
ગનિષ્ઠ સદ્દગુરુ આચાર્ય શ્રી ફરમાવે છે કે વિચાર ઉચ્ચાર અને આચાર-ધર્મ વિના સાચા સુખ અને શાંતિ મળશે. નહિ. માટે વિચાર, ઉચ્ચાર અને આચારની શુદ્ધિ કરવા ધર્મની ખાસ જરૂર છે.
વિચાર–આચાર ને ઉચ્ચારને નિર્મળ કરવા તે પણ ધર્મ છે. તેના વેગે આત્મિક ગુણોને આવિર્ભાવ થાય છે. અને આવરણ દૂર ખસવાથી આત્મા પ્રકાશમાન થતું જાય છે.
For Private And Personal Use Only