________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી મ. સા. ના પદધર પ. પૂ શાનમૂર્તિ આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પરમ પાવનીય વરદ્દ હસ્તે તપસ્વી રત્ના, પ્રવત્તિની સાધ્વીજી મનેહરશ્રીજી મ. સા. ના પ્રથમ શિષ્યા સાધ્વીજી હિંમતશ્રીજી મ.ના શિષ્યા તરીકે નાથીબેનનું નામ સાધ્વીજી નિર્મળાશ્રીજી મરાખવામાં આવ્યું અને બબુબેનનું નામ સાધ્વીજી હિંમતશ્રીજી મ. ના શિષ્યા સાધ્વીજી પ્રમાદશ્રી મ. ના શિષ્યા સાધ્વીજી ઉમંગશ્રીજી મ. નામ રાખવામાં આવ્યું હતું. સા. નિર્મળાશ્રીજી મ. ૧૪ વર્ષને ઉજજવલ સંયમ પાળી વિ. સં. ૨૦૧૧ વૈશાખ વદ ૧૪ સવારે ૯ વાગે નમસ્કાર મહામત્રનું ધ્યાન અને જાપ કરતાં કામધર્મ પામ્યા હતા. તેઓશ્રીના શ્રેયાર્થે નાનુભાઈએ અઠ્ઠાઈ મહોત્સવ વગેરે ધાર્મિક કાર્યો કર્યા હતા.
આ પ્રમાણે સુશીલા પત્ની તથા પુત્રી બન્નેએ જિનેશ્વરશ્રી તીર્થંકર પરમાત્માના પરમેશ્વરી ભાગવતી પ્રવજ્યાના માર્ગે પ્રયાણ કર્યું અને નાનુભાઈની પણ આન્તરિક ઉત્કટ ભાવના પવિત્ર માગે પ્રયાણ કરવાની હતી. બબ્બે, ત્રણ-ત્રણ વખત અંત્યંત ઉલ્લાસ પૂર્વક મુહૂર્ત વગેરેની તૈયારીઓ કરી હતી. પરન્ત “શાંતિ દુિ વિનાનિ કલ્યાણકારી હિતકારી કાર્યોમાં બહુ વિને ઉભા થાય છે. આન્તરિક ઉત્કટ ભાવના હોવા છતાં પરમ ત્યાગને માર્ગ નાનુભાઈ પ્રાપ્ત ન કરી શકયા અને છેવટે અતિ વૃદ્ધાવસ્થાના કારણે તેમના અંતરના અરમાને અધુરાને અધુરા જ રહ્યા.
હવે નાનુભાઈએ શુદ્ધ શ્રાવક ધર્મનું આરાધન શરૂ કર્યું. પુણ્યયોગે પ્રાપ્ત થયેલી લમીને સાત ક્ષેત્રમાં સુવિનિયોગ કર્યો. સિદ્ધક્ષેત્ર ગીરનારજી, સમેતશિખરજી વગેરે અનેક તીર્થોની યાત્રાઓ કરી હતી. તીર્થક્ષેત્રમાં પરમતારક પરમાત્માની પ્રતિમાઓ સ્થાપના કરી હતી. અનેક ધાર્મિક ક્ષેત્રમાં સારી રકમ આપીને તે તે ક્ષેત્રે અને ધર્મ
For Private And Personal Use Only