________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
સ્થાનેને સદ્ધર કર્યા હતા. ઉપધાન તપની આરાધનામાં સારી રકમને ફાળો આપ્યો હતે. ઉજમણું ઉત્સમાં આગેવાની ભર્યો ભાગ લીધું હતું. વધમાન તપની ૫૫ મી ઓળીની આરાધના કરી હતી. નવપદજી, જ્ઞાનપંચમી વગેરે તપની પણ આરાધનાઓ કરી હતી તથા આરાધનાઓ કરાવી હતી.
નાનુભાઈની દિનપ્રતિદિન ઉંમર વધતાં ૭૮ વર્ષની ઉંમરે વિ. સં. ૨૦૧૮ અષાડ વદ ૧૩ ના દિવસે નમસ્કાર મહામત્રને જાપ કરતાં બપોરે ત્રણ વાગે તેમનો આત્મા અનંતની મુસાફરીએ પરલોક પ્રયાણ કરી ગયો. એક વિકસિત પુષ્પ પરાગ પ્રસરાવીને સંધ્યા ટાણે ખરી પડ્યું.
તેમની પાછળ સા. ઉમંગશ્રીજી મ ના સદુપદેશથી તેમની મિકતના કરેલા ટ્રસ્ટમાંથી દોશી છનાભાઈ અમચંદ તથા વકીલ ચીમનલાલ અમરતલાલભાઈએ સાત ક્ષેત્રમાં તથા અન્ય ધાર્મિક પ્રસંગમાં રૂા. ૪૦૦૦૦] ને સવ્યય કર્યો હતો. તેમની લક્ષ્મી સુકૃતની હોવાથી સન્માર્ગમાંજ વપરાઈ હતી. ધન્ય છે એ ઉત્તમ આરાધક આત્માને!
અને આ પુસ્તકના પ્રકાશનમાં તેઓશ્રીના શ્રેયાથે સા. ઉમંગશ્રીજી મ. ના સદુપદેશથી રૂ. ૫૦૧ અર્પણ કરવામાં આવ્યા છે, તેની અમો સ્વિકારવા સહ શુભ અનુમોદના કરીએ છીએ.
For Private And Personal Use Only