________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
મહેસાણું શ્રી જન સંધના અનન્ય ઉપકારી અને હિતકારી પૂજ્ય મહારાજ સાહેબશ્રી રવિસાગરજી મહારાજ સાહેબે વૃદ્ધાવસ્થાના કારણે મહેસાણામાં જ સ્થિરતા કરી હતી. અને ગુરૂભક્ત શ્રી સંઘે ખૂબ જ સુંદર વૈયાવચ્ચનો લાભ લીધો હતો. વિ. સં. ૧૯૫૪ ના જેઠ વદ ૧૧ ના દિવસે પૂ. મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા હતા.
પૂ. ઉપકારી ગુરૂદેવશ્રીના નિર્મળ અને વિશુદ્ધ કેટીના પ્રભાવક ચારિત્રના પ્રતાપે અને તેઓશ્રીના અનન્ય ઉપકારનું ઋણ અદા કરવા માટે તથા ચિર સ્મરણીય કાર્ય કરવા માટે મહેસાણાના શ્રી જૈન સંઘે ગામની બહાર (અત્યારે તે ગામ વચ્ચે આવી ગયું છે) એક મોટું ખેતર વેચાતું લઈને ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો અને તે સ્થાનમાં તેઓશ્રીના શિષ્ય રત્ન પ. પૂ. ગુરૂવર્ય, પરમ ત્યાગી, પરમ તપસ્વી મુનીશ્વર શ્રીમાન સુખસાગરજી મ. સા. ના સદુપદેશથી ગુરૂ મંદિર બાંધવામાં આવ્યું અને વાડીની રચના કરવામાં આવી હતી. આજે આ સ્થાન એક ભવ્ય તીર્થ સમાન શોભી રહ્યું છે. મેઘેરૂ પુષ્પ શાસન ચરણે :
સંસ્કારી આત્માઓ ધમની આરાધનામાં જ માનવજીવનની સફળતા સમજે છે. આરાધક ભવ્યાત્માઓ સંસારના બંધનોની જંજીરોને તેડવા માટે જિનેશ્વર શ્રી તીર્થંકર પરમાત્મા પ્રણિત પ્રત્રજ્યાના માર્ગનું આલંબન લઈને સંસારથી સદા માટે મુક્ત થાય છે. નાનુભાઈ નાથીબેન તથા બાળબ્રહ્મચારીણું બબુબેને પરમેશ્વરી ભાગવતી પ્રવજ્યાના માર્ગે જવા માટે નિર્ણય કર્યો અને ભવ્ય ઉદ્યાપન સહ અઠ્ઠાઈ મહેત્સવનો પ્રારંભ કર્યો.
સાગરગછ આદ્ય મહાન શાસન પ્રભાવક આચાર્ય, અધ્યાત્મજ્ઞાન દિવાકર, શ્રીમદ્દ યશોવિજય જૈન ગુરકલ (પાલીતાણા) ઉદ્ધારક, સાર્ધશતક મહાન ગ્રન્થરત્ન પ્રણેતા પ. પૂ. ગનિષ્ઠ આચાર્ય
For Private And Personal Use Only