________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મ પરાગ
૫ ૫. પરમ ત્યાગી, ક્રિયારૂચી, શાસન પ્રભાવક, સાગરગચ્છાધીશ્વર, મુનીશ્વર શ્રીમદ્ રવિસાગરજી મ. સા. તથા નૈયાયિક શિરેમણિ મુનિવર્યશ્રી દાનવિજયજી મ. સા. ને સદુપદેશથી ગરવા ગુજરાતમાં સ્થપાયેલી “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” ની દિગંત યશ-કીતિથી ભારતભરમાં સુપ્રસિદ્ધ થયેલું, નવ-નવ ગગનચુંબી, ઉત્તુંગ ભવ્ય જિનાલય તથા અનેક ભવ્યાતિભવ્ય ધર્મસ્થાનોથી મહિમાવન્ત મહેસાણા શહેરમાં જેમાં અગ્રગણ્ય દોશી કુટુંબમાં સુશીલ અને સંસ્કારી મોકમચંદ શ્રેષ્ઠિ હતા. તેમના પુત્રનું નામ નાનુ ભાઈ નામે નાનું છતાં કામે ભાનુ હતો.
નાનુભાઈના ધર્મપત્નીનું નામ નાથીબાઈ હતું. તેમને ત્રણ પુત્ર તથા ત્રણ પુત્રીઓ હતા. પરંતુ તેમાં બે પુત્ર અને બે પુત્રીઓ આયુષ્ય અલ્પ હેવાથી નાની ઉંમરમાં જ પરલોકે વહેલી મુસાફરીએ ઉપડી ગયા હતા. પિતાની આશાના દીવડા અને વહાલસોઈ માતાના મનડાના મેર સમા પુત્ર પુત્રીમાં તેમના દલડાને શાંતિ લાધી.
પુત્રનું નામ શાંતિલાલ અને પુત્રીનું નામ બબુબેન નાનુભાઈને દિલની પરમશાંતિને વિધાતા શાંખી ના શકયે. અને માત્ર અઢાર વર્ષની ખીલતી યુવાનીમાં જ જગતને સંસારની ભયાનક અનિત્યતાનું દિગદર્શન કરાવતે માતાપિતા તથા બેનીને ચોધાર આંસુએ રડાવત અને પિતે હસતે મુખડે નમસ્કાર મહામંત્રનું રટણ કરતો આરાધક ભવ્યાત્મા શાંતિલાલ શાંતિની શોધમાં અનંતની મુસાફરીએ ઉપડી ગ. પુષ્પ વિકસે તે પહેલાં જ પમરાટ પ્રસરાવીને ખરી પડ્યું.
એક કવિએ કહ્યું છે કે :
For Private And Personal Use Only