________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
જય જય નંદા, જય જય ભદ્દાના બુલંદ અવાજે સહિત પાલખી ઉપાડીને ચાર માઈલ દૂર વાવડી ગામ નજીક આવતા ગામના લોકો કહેવા લાગ્યા કે શું આજે–મહાત્માને નદી સ્નાન કરાવવા લઈ જાઓ છો? પછી જ્યારે ખબર પડી ત્યારે તેઓ પણ સ્મશાનયાત્રામાં સાથે જોડાયા. પવિત્ર સરસ્વતિ નદીના જે કાંઠે આજથી લગભગ ચાર સે વર્ષ પહેલા શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ.સા.ના ગુરૂવર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ.સા.ના દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે જગ્યાએ શા. પ્રેમચંદભાઈ રવચંદભાઈના વરદહસ્તે તેમના દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું હતું. અને શ્રી સંઘ સમસ્ત દેવવંદનની ક્રિયા કરવામાં આવી હતી. શેક પ્રદશક સંદેશા
સદ્ગત આત્મા કાલધર્મ પામ્યાના સમાચાર તારથી, પત્રથી તેમજ જાહેર દૈનિકપત્ર મુંબઈ સમાચાર, જનસત્તા–સંદેશ–ગુજરાત સમાચાર વગેરે છાપાઓમાં મોકલવામાં આવતા અનેક સ્થળોએથી તાર તથા પત્ર દ્વારા શોક પ્રદર્શક સમાચાર આવ્યા હતા.
સદ્ગત આત્માને શ્રેયાર્થે કુણઘેરમાં અઠાઈ મહોત્સવ તથા અમદાવાદ, ભાણસા, વિજાપુર, ચાણસ્મા, સાણંદ, સમી, પ્રાંતિજ, મહેસાણુ, આંજેલ, પુંધરા, મહુડી, ગવાડા, પુના વગેરે અનેક સ્થળોએ પાંચ દિવસ, ત્રણ દિવસ, એક દિવસની પૂજાઓ, ભણવવામાં આવેલ તથા પ્રભુજીની અંગરચનાઓ કરવામાં આવેલ હતી. અને પાણી પાળવામાં આવેલ હતી.
સદ્ગત આત્માને ચિરસ્થાયી શાંતિ ઈચ્છી આપણે તેમના આદર્શવન્ત આદરણીય જીવનમાંથી કંઈક અંશે ગુણધ પ્રાપ્ત કરી આપણું પામર જીવનને ઉર્ધ્વગામી બનાવી પરમપદની કામના સિદ્ધ કરવા પ્રયત્નશીલ રહીએ એજ અંતિમ મંગલકારી ભાવના ઉ શાંતિ.
For Private And Personal Use Only