________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
૨૧૭ ચિંતાનું ચુરણ જિનેશ્વરની વંદના-પૂજા અને સ્તુતિ કરનાર ભાગ્યશાળીઓએ જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું પાલન કરી તેમના -ગુણને ગ્રહણ કરવા તત્પર બનવું તે વંદના-પૂજાદિને હેતુ છે. તેનાથી મેહ-મમતા અહંકારાદિનું દબાણ ઓછું થતું જાય છે અને અનુક્રમે આત્મિક ગુણે પ્રગટ થાય છે.
આત્મિક ગુણેને આવિર્ભાવ થતાં જે પરતંત્રતા– એશીયાળાપણું રહેલ છે તે દૂર થશે અને ન્યાય-નીતિ પૂર્વક પ્રાપ્ત કરેલ ધનાદિક સાધન સફળ થશે. એ ગુણે વિના નહિતર એ સાધને ભેગપભેગમાં જ વેડફાશે, તેથી સંસારની દુઃખજનક પરંપરા વધવાની જ એથી સુખ અને શાંતિની ઈચ્છા તૃપ્ત થતી નથી.
તમે જાણે છે કે સશક્ત માણસને પણ કયારેક અણધારી વ્યાધિ આવી જાય છે. તેથી તે દુઃખી થાય છે. કેટલાક ધનાદિક હોવા છતાં પણ પોતાને ત્યાં પુત્ર નહિ, હવાથી દુઃખી થાય છે. અને જે પુત્ર હોય છે અને તેમની આજ્ઞામાં નથી રહેતું તેથી તે દુઃખી થાય છે. આમ સૌ ચિંતામાં રહે છે. આવા સંસારની ચાહના કેણ કરે?
આવી ચિંતાઓને ચૂરવા અને તેની પીડાઓને ટાળવા માટે જ વંદના-પૂજા પૂર્વક જિનેશ્વરની આજ્ઞાને અમલ કરીને તેમના ગુણેને ગ્રહણ કરવામાં આવે તે આધિ-વ્યાધિ ને ઉપાધિ જરૂરથી દૂર ટળે.
For Private And Personal Use Only