________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
જ્ઞાનીઓનું કર્તવ્ય અનાચારમાં આસક્ત બનેલ માણસેને સદુપદેશ દ્વારા સન્માર્ગે વાળી આત્મધર્મનું જ્ઞાન આપવું અને તેઓના આત્માને નિર્મળ બનાવવા પ્રયાસ કરે તેના જે બીજે ઉપકાર નથી.
ઉન્માગે ગમન કરવા પૂર્વક સાત વ્યસનેમાં ફસાઈ પડેલાઓને પુનઃ પુનઃ દુર્ગતિના અત્યંત દુઃખો ભેગવવા પડે છે. આત્મિક તેજ તેમનું ઝાંખું પડેલું હોવાથી આમેનતિ કરવાને તે અશક્ત બનેલ હોય છે. આથી તેમના દુઃખને પાર નથી રહેતું. આવા માણસને સદુપદેશ આપી તેઓને સદાચારને પથે વાળવા તે સમ્યકજ્ઞાનીઓનું કર્તવ્ય છે.
સદાચારેથી અજ્ઞાન વડે અવરાયેલ તેજને પ્રગટભાવ થાય છે. અને અનુક્રમે સશક્ત થયા પછી તે મનુષ્ય સ્વકલ્યાણ સાધવાને સમર્થ બને છે. આ ઉપકાર જે તે નથી:
સદાચારના પડેલાં સંસ્કારે પરલોકમાં સાથેને સાથે રહે છે અને આલેકના વિનેને દૂર કરે છે. જો કે કર્મોદયથી દુઃખી થયેલાઓને કેટલાક શ્રીમંતે ધનાદિકને સહકાર આપે છે પણ ઉપદેશ વિનાના તેઓ સન્માર્ગે વળી શક્તા નથી. તેથી ધનાદિક સાધન ખૂટી જતાં પાછા તેઓ દુઃખી થાય છે. માટે ધનાદિકની મદદ આપવા સાથે તેઓને એ ઉપદેશ આપવું જોઈએ કે જેથી તેઓ સન્માર્ગે ચઢી શકે અને પિતાનું કલ્યાણ સાધી શકે.
For Private And Personal Use Only