________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
આંતર જ્યોતિ
સેગનની જરૂરી નથી સત્ય પ્રાપ્ત થયા પછી સાક્ષી કે સેગનની જરૂર નથી પડતી. કારણ કે સત્ય તે આત્માની સાક્ષીએ મળે છે. પરરંજનમાં મળતી નથી.
પરરંજન કરીને પ્રાપ્ત કરેલી વસ્તુમાં સાક્ષી અને સેગનની કઈ વખતે અગત્યતા છે. કેઈ પૂછે કે અરે ! તે આ વસ્તુ ક્યાંથી મેળવી? જે મળી શકે તેમ ન હતી છતાં પણ તે મેળવી. તે તે શું કરી તે નથી કરીને ? તું સાચું બેલ?
ત્યારે વસ્તુ પ્રાપ્ત કરનારને બોલવું પડે છે કે ચેરી કરીને નથી મેળવી. આ પ્રમાણે સાંભળી પૂછનાર ફરી પૂછે છે તે ચેરી કરીને તે વસ્તુ નથી મેળવી તેને સાક્ષી કેશુ? જે એમ હોય તે તું તારા વહાલા જીવન સોગન ખા.
આ મુજબ સાંભળી શાહુકારી સાચવવા ખાતર આજીજી કરવા પૂર્વક તે સાક્ષી ઊભા કરે છે તેમ જ જુઠા સેગન પણ ખાવા પડે છે. આમ દુન્યવી વસ્તુની પ્રાપ્તિમાં કઈ વખતે સાક્ષી લાવવા પડે છે અને સેગન ખાવા પડે છે
જ્યારે સદ્દગુણ મેળવવામાં તેવું કરવું પડતું નથી. માટે સાક્ષીઓ તથા સેગનની તકલીફ ન લેવી હોય તે સત્ય ધર્મ-ક્ષમા-સરલતા સંતેષ સમતાને ધારણ કરે. તેથી દુનિયા તમારા તરફ ખેંચાઈને આવશે. કોઈ કહેશે કે આ દુનિયામાં ક્ષમા વગેરે ધારણ કરીએ તે ભૂખે મરીયે ને ભીખ માંગવી પડે. પણ આ અજ્ઞાન છે. તેમાં સત્ય સદ્ગુણેને દોષ નથી પણ માયા–મમતા અહંકાર વગેરેનો દોષ છે.
For Private And Personal Use Only