________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
આકાશ કુસુમ
મનુષ્યભવમાં મળેલી શક્તિઓને સફળ કરવાનો સાચા ઉપાય હાય તે તે ક્ષમાદિ સદ્ગુણા છે. તે વિના સુખ શાંતિની ઇચ્છા રાખવી તે આકાશ કુસુમવત્ છે.
તમે ગમે તેવી સુખ-શાતાની અભિલાષા રાખશે! તે પણ જ્યારે ક્ષમા–સરલતા-નમ્રતા, સ ંતોષ વિગેરે સદ્ગુણા હાજર થશે, ત્યારે જ તે આશાઓને સફલ થવાના સાધનો અને નિમિત્તો હાજર થશે. અને તેએના ઉપર પ્રેમ ધારણ કરશે! તે પણ સમાજમાં દેખાવ પૂરતા હશે નહિ, પણ આંતરિક હશે એટલે દુન્યવી સત્તા-સ ંપત્તિ સમૃદ્ધિ કરતાં તે સાધનાની કિમત અનતગુણી માલુમ પડશે. અને તે સાધનોનું રક્ષણ કરવા સદા સાવધાની રાખશે. પણ તેની કિમત જાણ્યા પછી તથા અનંત સુખને આપનાર એમ ખરાખર હૈયામાં પચાવી પ્રયાસ કરશેા, તાકાતને ફેરવશે ત્યારે તે સંદ્ગુણા હાજર થશે. એટલે આલેાકની તથા પરલેાકની સુખ-શાતાની ઇચ્છા-અભિલાષા પૂર્ણ કરવાની વૃત્તિ રહેશે નહિ.
અનંત વસ્તુની ઓળખાણ પૂર્ણાંક તે પ્રાપ્ત થયા પછી અતવાળી વસ્તુમાં પ્રેમ જાગતા નથી અને આસક્ત મનાતુ નથી. અમૃત ચાખ્યા પછી વિષયરૂપી વિષ ઉપર પ્રેમ કયાંથી રહે ? જેને સદ્ગુણેા પ્રાપ્ત થયા નથી તે વિષય વિષમાં આસક્તિ રાખે છે. અને તેને મેળવવા ખાતર પ્રાપ્ત શક્તિઓને માનસિક તર ંગામાં વેડફી નાખે છે. માટે અમૃતનો સ્વાદ લેવા હાય તેા ક્ષમાદિ ગુણે! મેળવો.
*
For Private And Personal Use Only