________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
આંતર જ્યોતિ હાથનાં કર્યા હૈયે વાગ્યાં એકે બીજાને કહ્યું કે પાસે રહેલા કુવામાંથી પાણી લઈ આવ. બીજે કુવાની પાસે પાણી લેવા ગયે તે દરમિયાન તેણે પિતાની પાસે રાખેલું ઝેર ભાતામાં ભેળવી દીધું. અને પછી તેની પાછળ જઈને તે વાણીયાને ધકકો મારી કુવામાં ફેંકી દીધે. પાણી વધુ ઊંડું હોવાથી તે તુરત જ મરી ગયો.
આથી ખુશ થતે તે પાછા આવ્યા અને ભાત ખાવા બેઠો. પરંતુ હર્ષઘેલે બનેલ હોવાથી તેણે પિતે ભાતામાં ઝેર ભેળવ્યું છે તે તેને યાદ ન રહ્યું અને તે ખાવા બેઠે અને ખાતાં તુરત જ તે મરણ પામ્યું. અને પાપ કરીને પ્રાપ્ત થયેલ માલ મિલક્ત ત્યાં જ પડી રહી. આમ એકબીજાને મારવાથી વિચારમાં મલીનતાના ગે આ બે વાણીયાએ દુર્ગતિના ભાજન બને તેમાં શું આશ્રર્ય ?
એક આરંભને વેપાર-બીજી અનીતિ અને તદ્દન મલીનતાના યે કયાંથી જીવન સુખરૂપે પસાર થાય? માટે શાસ્ત્રકારેનું ફરમાન છે કે વ્યાવહારિક કાર્યોમાં ન્યાય-નીતિપ્રમાણિક્તા રાખશે તે જ જીવનમાર્ગ સુગમ બનશે. અને સંકલ્પ-વિક૯પ જન્ય ચિંતાઓ થશે નહિ.
ચિંતા ચિતા સમાન માનવીઓને ચિંતાઓ ચિતા જેવી લાગે છે. તે હૈયાને બાળી નાખે છે. તેમજ તે માણસને સારા કામે કરવા દેતી ન્જી.
For Private And Personal Use Only