________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ
ર૧૧ આફતને આમંત્રણ અનીતિને આરંભ તે પણ આફતને આમંત્રણ આપવા બરાબર છે. તે પછી તેમાં આસક્ત બની વિષય સુખની લાલચે વારે વારે પ્રવૃત્તિ કરવાથી વિટંબના કયાંથી દૂર ટળે? અને સાચા સુખની આશા કયાંથી ફળે?
અધિકાધિક આરંભમાં જ સત્યસુખ સત્યશાંતિના સાધને તરફ નજર પણ પડતી નથી. કારણ કે અનીતિથી પ્રાપ્ત થયેલાં સાધનો, વિચાર અને વિવેકને કરવામાં વિદનો ઉપસ્થિત કરવામાં મતિ-બુદ્ધિને બગાડી નાખે છે અને માણસને ઉન્માર્ગે ચઢાવે છે.
બે વાણીયા બે વેપારી વાણીયાઓએ ધન હશે તે ધર્મ થશે અને વિયેની કામના તૃપ્ત થશે, એમ વિચારી પરદેશમાં જઈને ધન ખાતર બંધ કરવા માંડ્યું.
આરંભ-સમારંભ કરવા પૂર્વક નીતિ ન્યાય અને પ્રમાણિકતા વગેરેને ખ્યાલ રાખ્યો નહિ અને ભેળા માણસેને ચાલાકી વાપરીને તેમજ ગમે તેમ કરીને ધન મેળવ્યું. આનાથી જીવન અને આત્મા બગડે છે તેને તેઓએ ખ્યાલ કર્યો નહિ.
એકદા ઘણું ધન મેળવી પોતાના વતન તરફ પ્રયાણ કરતાં માર્ગમાં ભાત ખાવા બેઠા. એ અરસામાં બંને માટે માહે એ વિચાર કરે છે કે સામાને મારી નાંખ્યું તે તેનું સઘળું ધન મારા હાથમાં આવે. અને મારું જીવન સુખરૂપે પસાર થાય.
For Private And Personal Use Only