________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦પ
આંતર જ્યોતિ
શેઠે ઘેર આવીને પરિવારને ઘરના ચાર ખૂણું પેદવા કહ્યું. દેવના કહ્યા મુજબ તેમાંથી ઝવેરાત ભરેલા ચાર શરુ નીકળ્યા. આ જોઈને પરિવાર શેઠની પ્રશંસા કરવા લાગ્યા અને તેમની ધર્મશ્રદ્ધાના વખાણ કરવા માંડ્યા. પછી તેમને પણ ધર્મ શ્રદ્ધા બેઠી.
આ દૃષ્ટાંત ઉપથી મહાનુભએ સમજવાનું છે કે ધર્મની આરાધના નિષ્કામ ભાવે જ કરજે. દુન્યવી કેઈપણ પદાર્થની પૃહા રાખી ધર્મ કરશે નહિ.
ફરી ફરીને વિચાર કર પ્રાયઃ અકકલ ઓછી હોય તથા ઝાઝું વિચારવાની શક્તિ ન હોય તેઓજ દુન્યવી માવિક પદાર્થોમાં આસક્ત બની પરાધીનતાની બેડીમાં બંધાય છે. અને ઘણું પીડાએ પામે છે. આ માટે જે સદ્દગુરુને ઉપદેશ વારંવાર શ્રવણ કરવામાં આવે તે વિચાર કરવાની શક્તિ જાગૃત થાય છે. અને સાથે સાથે બુદ્ધિને પણ વિકાસ થાય છે.
સદ્ગુરુઓને ઉપદેશ સાંભળીને પુનઃ પુનઃ વિચાર કરવાની અગત્યતા છે. વિચારોને ગે વિવેક છતાં જ્ઞાન પ્રત્યે પ્રેમ થવાને જ. એ પ્રેમ થવાથી દુન્યવી પદાર્થોના બંધને ઢીલા પડશે. પછી તેઓનું દાસત્વ રહેશે નહિ. આથી આઝાદી સાથે આબાદી પ્રાપ્ત થતાં કઈ પણ પ્રકારની ચિંતા, આધિ, વ્યાધિ ને ઉપાધિ રહેવાની નહિ.
For Private And Personal Use Only