________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
શેઠની આવી દૃઢ ને નિષ્કામ ભક્તિ જોઈ ને ધરણેન્દ્ર દેવ સાક્ષાત્ થયાં અને પ્રસન્ન થઈ શેઠને કહેવા લાગ્યા કે હું મહા ભાગ્યશાળી ! તારી પ્રભુના ધ્યાનમાં સ્થિરતા અને એકાગ્રતા જોઈને હું તારા પર ખુશ થયા છું. માટે માગ માગ, તુ જે માંગીશ તે હું તને આપીશ.
શેઠે કહ્યું કે મેં પ્રભુના કંઠે માળા પહેરાવી છે તેનુ મને ફળ આપો. દેવે કહ્યું કે તે માળા નિષ્કામભાવે પહેરાવેલ હાવાથી તેનુ ફળ આપવા હું. અશક્ત છું ત્યારે શેઠે કહ્યુ કે માળામાં રહેલા એક પુષ્પનુ ફળ આપેા. તે પણ આપવાને દેવને :અશક્તિમાન જાણી શેઠે એક પાંદડીનું ફળ આપવા કહ્યું. તેનુ' પણ ફળ આપવા ધરણેન્દ્ર સમર્થ ન હતા. આ જાણી શેઠે કઈ પણ આગળ માંગ્યુ' નહિ, ને કહ્યું કે મારે કઈ જોઈતું નથી. આપ હવે પધારો.
ધરણેન્દ્ર શેઠની નિસ્પૃહતા દેખીને તેની પ્રશ'સા કરવા લાગ્યા, કે હું મહા ભાગ્યશાળી તમારી જેવી પ્રભુ પૂજા કરનાર વિરલ હેાય છે. તેમ જ નિર્ભયતાને ધારણ કરવા પૂર્વક ધ્યાન ધરનાર પણ વિરલ હેાય છે. તમારી કેાઈ પણ પ્રકારની માંગણી નથી, તે પણ તમારા પુત્ર-પરિવારને દાનાદિ કરવાથી તથા ધાર્મિક ક્રિયાઓ કરવાથી ફળ મળે છે, એમ તેઓને ખરાખર શ્રદ્ધા બેસે તે માટે તમે ઘેર જઈ ને તમારા પરિવારને કહેજો, કે ઘરના ચાર ખૂણા ખાદે. તેમાંથી તમને ઝવેરાત મળશે. આટલું કહી ધરણેન્દ્ર અદૃશ્ય થઈ ગયા અને શેડ ઘરે આવ્યા.
*
For Private And Personal Use Only