________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૨૦૩, પુણ્ય ક્રિયાઓ કરવાથી પાપ દૂર જાય છે અને તેનાથી નવા પુણ્ય બંધાય છે. પુણ્યદયે કોઈ દિવસ દુઃખી થવાય નહિ અને દુખ આવે તે પણ તે દૂર થઈ જાય. અવળું હોય તે પણ સવળું થઈ જાય. દુઃખદ અવસ્થા સુખદાયી બને છે. આ પરિવારને તેમાં શ્રદ્ધા નથી તેથી ભલે તે ગમે તેમ બેલ્યા કરે. મારે તે આ પવિત્ર કામમાંથી પાછા હઠવું નથી જ. આમ વિચાર કરી તેમણે દેરાસરનું કામકાજ ચાલુ જ રખાવ્યું.
અશુભેદયે વેપારમાં નુકશાન આવવું શરૂ થયું. છતાં ચ શેઠ તેમની શ્રદ્ધામાંથી ડગ્યા નહિ. અને દેરાસરનું કામ તેમણે પૂર્ણ કરાવ્યું. શેઠની આવી અનન્ય ભક્તિ જોઈ નગરજનો તેમની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ શેઠને પરિવાર આથી ખુશ ન થ ને શેઠને ગમે તેમ બોલવા લાગે
પરંતુ શેઠ તે સમતાપૂર્વક બધું સાંભળે જાય છે અને ધર્મ ધ્યાનમાં વધુ ધ્યાન આપે છે. એક દિવસ સવારમાં પૂજા કરતી વખતે તેમણે ઘણા જ ભક્તિભાવથી ફુલની માળા પ્રભુને પહેરાવી ને પછી પ્રભુ સ્મરણમાં લીન થઈ ગયા.
તે અરસામાં પરીક્ષા કરવા માટે ઘરણેન્દ્ર દેવે સાપનું રૂપ ધારણ કરી શેઠના શરીર ઉપર ફરવા માંડ્યું. પરંતુ શેઠ તે પ્રભુના ધ્યાનમાં એટલા બધા ઊંડા ઉતરી ગયા હતા કે તેમને કંઈ જ ખબર પડી નહિ. તે તો સ્થિરતાથી પ્રભુનું ધ્યાન ધરતા જ રહ્યાં.
For Private And Personal Use Only