________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
આંતર જ્યોતિ
વાર્તા એક ભાગ્યશાળી શ્રાવક ગૃહસ્થ ધર્મનું રીતસર પાલન કરવા પૂર્વક આત્મજ્ઞાની આચાર્ય પાસે જઈને વિનયપૂર્વક તેમનો ઉપદેશ હૈયામાં પચાવે છે તથા વ્યાખ્યાન સાંભળી ઘણા આનંદથી જીવન વ્યતીત કરે છે. - એક વખત તે પિતાની પાસે જે દેલત રહેલી છે તેની સફળતા કરવા એક દેરાસર બંધાવે છે. તેમાં ઘણું પૈિસાનો તે ખર્ચ કરે છે. આ જોઈ જાણીને તેના પુત્ર પરિવારને ભય થયે કે આ તે આમાં લાખ બે લાખ રૂપિયા ખચી નાખશે. પછી અમારું શું થશે. અમે કેવી રીતે જીવીશું. છેવટે અમારે ભીખારી બનાવાનો સમય આવશે. આ ભયને ધારણ કરી તે વારે વારે શેઠને ઠપકો આપે છે કે તમે આટલા બધા રૂપિયા ખર્ચીને અમારી સ્થિતિ કફોડી કરી નાખશે. ઘર બાળીને તીર્થ ન થાય એ તમે કેમ સમજતા નથી. પરિવારના સામું તે તમે જરા જુઓ. પૈસા ખલાસ થઈ જશે પછી કોઈ આપણને માન સત્કાર પણ નહિ આપે. અને પૈસે. એ તો અગીયારનો પ્રાણ છે. તે જે ખર્ચાઈ જશે તે પછી અમારા બધાનું શું થશે? માટે તમે કંઈ વિચાર કરે, વિવેક કરો.
પરંતુ શેઠ આ બધાને કંઈ જવાબ આપતાં નથી અને મનમાં વિચારે છે કે પુણ્ય-દાનાદિક કરતાં કઈ પણ ભૂખે મરતું નથી અને મારવાનું પણ નથી. તેનાથી માનસન્માન વધવાના જ છે. છતાં ય આ પરિવાર વૃથા ભય સેવે છે. પરંતુ તેમના બેલવા તરફ જોયા જેવું નથી.
For Private And Personal Use Only