________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
આંતર જ્યોતિ
ત્યારે પંડિતે કહ્યું કે મારી પાસે બળ-બુદ્ધિ અને ધન બધું જ છે. પરંતુ મારી પત્ની ઘણી જ કજીયાળી છે. તેથી મને માનસિક ચિંતા કરી ખાય છે. કહેવત છે કે બૈરી બગડી તેને ભવ બગડશે.
ત્યાંથી પણ સંતોષ ન થતાં તે ઉપાશ્રયમાં આત્મજ્ઞાની આચાર્યની પાસે જઈ પિતાની વાત કહી સંભળાવી. ત્યારે ગુરુ મહારાજે તેને ઉપદેશ આપે કે અરે! ભાઈ જગતની સુખ-સાહ્યબીથી શેક–ચિંતા અને સંતાપ દૂર થતાં નથી પરંતુ તેનાથી તેમાં વધારે થાય છે.
તું દુઃખી અને દરિદ્રી છે તેનું કારણ આ ભવને પરભવમાં તારા જીવનમાં વિચાર, વિવેક અને સદાચારની ખામી હોવી જોઈએ. તેથી તારી આવી અવસ્થા થઈ છે. માટે હવે તું આવી પડેલ ઉપાધિને જ્ઞાનપૂર્વક હસતા મોંએ સહન કર અને ધર્મધ્યાન કર. તેથી તારા દુઃખ અને દારિદ્ર દૂર ભાગશે અને સદાચારના પ્રતાપે તને સુખ અને સાહ્યબી આવી મળશે.
ગુરુ મહારાજની પાસેથી આવું સાંભળી તે દેવની પાસે ગયે અને કહ્યું કે મને સત્ય સુખ અને સાહ્યબી આપે.
ત્યારે દેવે કહ્યું કે મારી પાસેથી તે મળવું અશક્ય છે. જે તારે એવી સુખ-સાહ્યબી જોઈતી હોય તે દેવાધિદેવ જિનેશ્વર ભગવંતની આજ્ઞા મુજબ જીવન જીવ અને આત્મજ્ઞાની સદ્દગુરુના મુજબ તારું જીવન બનાવ. તેનાથી તને શેક-ચિંતા અને સંતાપ રહેશે નહિ.
For Private And Personal Use Only