________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧
જિત મેળવી સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી ફરમાવે છે કે અંતરના કામાદિક શત્રુઓને હઠાવશે તે બાહ્યના શત્રુઓ રહેશે નહિ અને તેના વેગે વેર-વિરોધાદિક ઉત્પન્ન થશે નહિ. આ મુજબ વર્તન કરનારાઓનું જીવન વિકાસ પામે છે. અને સદ્ગતિ પામી પરમપદના અધિકારી બને છે.
બહારના દુશમને ઉપર જીત મેળવી ખુશી થવાથી આંતરિક દુશ્મનો છતાતા નથી. ઉલટું તેઓ અધિક જેર કરે છે. આ આંતર શત્રુઓ ઘણું જ બળવાન છે. તેઓની સાથે યુદ્ધ કરવામાં સત્ય પુરુષાર્થ સમાયેલો છે. તેને જીતવાથી સત્ય સાહ્યબીના ભકતા તરીકે પ્રસિદ્ધ થવાય.
સોડમ હું તે જ છું. આ વેદવાક્ય માણસના વિરાટ પ્રભાવશાળી આત્માનું જીવતું જાગતું સ્વરૂપ રજુ કરે છે. તમે એને ધર્મ ન માને પણ માનવજીવનના ઉત્કર્ષ માટે આખું જીવન મનન કરીને તેમણે જે સત્ય સૂત્રરૂપે રજુ કર્યું છે. તેની તમે અવગણના તે નહિ જ કરી શકે.
જે લોકો એમ માને છે કે ધર્મની આરાધના કરવાથી અમારી ઈચ્છા મુજબ મળતું નથી. પરંતુ વેપારને વ્યવહાર વગેરે કરવાથી બધું અમને મળી રહે છે ને અમારા પરિવારનું પોષણ થાય છે. તેઓને કહેવાનું કે ધર્મની આરાધના કરવાથી પુણ્ય મળે છે ને પવિત્ર બનાય છે. આ બંનેના પ્રભાવથી ઘણું બધી મળી રહે છે.
૧ ૩
For Private And Personal Use Only