________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ર
આંરત જ્યોતિ બુદ્ધ-ઈશુ-મહંમદ ધર્મની આરાધના એવી છે કે તેમાં પ્રમાદ સેવવામાં આવે તો આગળ વધવાનું અટકી જાય અને ઉન્નતિના શિખરે આરૂઢ થવાય નહિ. માટે ધર્માચરણને રોજિંદુ બનાવી લેવું જોઈએ.
ખાવું–પીવું–કમાણી કરવી ને રેજને નિયમ છે, તે મુજબ અહિંસા, સમતાપૂર્વક સંયમ તથા શકય તપસ્યાની પણ રેજિંદા જીવનમાં આવશ્યકતા છે. પરંતુ પુદ્ગલાનંદી ભવાનંદી આત્મજ્ઞાન પૂર્વક ધર્માચારણની વાત સાંભળી માં કટાણું કરે છે. એના કારણભૂત રૂપે અંધશ્રદ્ધા અને ખોટું ઝનુન હોઈ શકે. છતાંયે એ બધી બીનાઓને બાદ કરી ધર્મને રીતસર સમજીએ, તે જીવન જીવવાનું સરળ બનશે.
મુસલમાને ગમે તેવા હોય છતાંય મહંમદન–મૂડી ઉપર વ્યાજ ન લેવું, ગરીબને મદદ કરવી, ઈમાનમાં પાકા થવું-આ માનવ જીવનના ઉત્કર્ષને સુંદર ઉપદેશ ખરેખર ઉપગી છે.
જગતના ઝગડાઓને શાંત કરવા અને બ્રાતૃભાવનાને વ્યક્ત કરતું ઈશુ ખ્રિસ્તનું આ વાકય–જો તને કેઈ ડાબા ગાલે તમાચે મારે તો તું સામે ગાલ ધરજે-ખૂબ જ પ્રેરક છે.
નહિ વેણુ વેરાણી સમન્તિ ચ કદાચન–બુદ્ધનું આ વાય જગતની સુખશાંતિને માર્ગ બતાવે છે કે, માનવીએ કેઈની સાથે પણ વેર વિરોધ હૈયામાં રાખવે નહિ. તેમ કરવામાં આવશે તે જ ધર્મને માર્ગ સુગમ બનશે અને જીવનમાં આનંદ આવશે.
*
For Private And Personal Use Only