________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૯૧ ઉથાન અને પતન જીવનપંથ મહાન વિકટ અને વિષમ છે. કારણ કે અનાદિકાળથી વિષય કષાયના વિકારે ભરપૂર ભરેલા હોવાથી તેમાં સરલતા તેમજ સુગમતાયે ચાલી શકાતું નથી. તે માર્ગમાંથી કામ-ક્રોધ-લેભાદિ કંટકને કાઢી નાંખવામાં આવે તો જ જીવનપથ સરળ બને. - જ્યાં સુધી પિતાના આત્માને ઓળખે નથી, દૃષ્ટિ સ્થિર કરી નથી તેમ જ માર્ગનાં કટકેને દૂર કર્યા નથી, ત્યાં સુધી એ માર્ગે ચાલતાં વેદનાઓ થવાની જ.
રખેને તમે એમ જ માને કે ગૃહસ્થ ધર્મ ઉન્નતિને માર્ગ નથી, પણ તેનું બરાબર પાલનપોષણ થાય અને આસક્તિનો બે હળવે થાય તો ધીમે ધીમે મુક્તિના માર્ગે જઈ શકાશે. પરંતુ તેના બદલે જે મોક્ષમાર્ગે ગમન કરતાં પાછળ રહેલી આસક્તિઓ તરફ ખેંચાઈને બેજાને વધુ વધારતા જશો તે વિકાસના એ ઉન્નત શિખરેથી કયાં પડી જશે તેનું ઠેકાણું નહિ રહે. એવું સ્થાન ભ્રષ્ટનું જીવન શું કામનું?
આપણે તે જીવન માર્ગે આગળ વધવાનું છે. એના સાધન વિના આગળ વધાશે નહિ. તેથી સમ્યગજ્ઞાનીઓએ આ માર્ગે જવા માટે અહિંસા-સંયમ–તપ વગેરે સાધને બતાવ્યા છે. આ સાધનેના સહારે મેક્ષ માગે ગમન કરી શકાય છે.
For Private And Personal Use Only