________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
સૂરીશ્વરજી મ. સા. ના શુભનામથી અંકીત શુભ સ્મૃતિરૂપ એક જ્ઞાનમંદિર કરવાની ભાવના હતી આ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે તેમણે સહદયી ઉદારતાઓને સદુપદેશ આપી કિંમતી પુસ્તકો તથા પ્રતાને સુરક્ષીત રીતે સાચવવા માટે સ્ટીલના ગેરેજના અઢાર કબાટો મેળવ્યા જે “શ્રીમદ્ બુદ્ધિ-કીર્તિ સાગરગચ્છ જૈન જ્ઞાન ભંડાર(સાણંદ) ને અર્પણ કરવામાં આવ્યા.
મુંબઈ થી ગુજરાત તરફ વિહાર કરી વિ. સ. ૨૦૦૫નું ચાતુમસ પાદરા કર્યું. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ કીતિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે સરળ સ્વભાવી મુનિવર્યશ્રી મહોદયસાગરજી મ. ની યોગ્યતા જોઈને શ્રી ભગવતી સૂત્રના ગર્વહનમાં શુભ મુદ્દતે પ્રવેશ કરાવ્યો અને વિ.સં. ૨૦૦૬ માગશર વદ ૭ ના શુભ દિવસે અમદાવાદ મુકામે આંબલીપળ ઉપાશ્રયના આગેવાન શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ ઝવેરી તરફથી ઉજવાયેલ શાંતિસ્નાત્ર સહ અષ્ટાહ્નિકા મહત્સવપૂર્વક નગરશેઠના વંડામાં ભવ્ય મંડપમાં ચતુર્વિધ સંધ સમક્ષ શ્રી વર્ધમાનવિદ્યાથી અભિમન્નિત વાસ–ચૂર્ણ નિક્ષેપપૂર્વક શ્રી પંચમાંગ ભગવતીજી સૂત્રની અનુજ્ઞા પ્રદાનરૂપ શ્રી ગણિપદ તથા પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. શાસન પ્રભાવનાના કાર્યો :
તેમની શુભ પ્રેરણાથી શાસનના અનેક શુભ કાર્યો થયેલ હતા. ધોલેરા મુકામે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગુરૂમંદિર તથા શાસન રક્ષક પ્રગટ પ્રભાવી શ્રી ઘંટાકર્ણ મહાવીર યક્ષમંદિર એમ બન્ને નૂતન ભવ્ય મંદિરે તેમના સુપ્રયત્ન, સદુપદેશ અને શુભ પ્રેરણાથી થયા હતા. તથા શ્રી કેલવાડાના જૈનસંધમાં અંદર અંદરના વર્ષો જુના અસંતોષના કારણે કેટલાય વર્ષોથી પ્રભુજીની પ્રતિષ્ઠાનું મંગલકારી શુભકાર્ય અટકી પડયું હતું. તે પ્રતિષ્ઠાનું મહામંગલકારી કાર્ય તેમના અસરકારક સતત સુપ્રયત્નથી સંધના અસંતોષના કારણે દૂર કરાવી
For Private And Personal Use Only