________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
આંતર જ્યોતિ
તું માનવ બન નિરાશા અને ચિંતા દૂર થઈ શકે એમ છે. પણ તે માટે તેના ઉપાયે લેવામાં આવે તે જ તે દૂર થઈ શકે. આળસુ બનીને બેસી રહેવામાં આવે તો તે દૂર થાય નહિ. અને માનવ જીવન તરીકે જીવન જીવાય નહિ.
જ્યારે માનવજીવન તરીકે જીવાય નહિ ત્યારે દાનવતાને પ્રવેશ કરવાનો માર્ગ સરળ બને છે. તેથી જ દુન્યવી પદાર્થો ખાતર તેમજ પ્રસિદ્ધિમાં આવવા માટે બીજાઓના ખૂન કરવા તૈયાર થઈને ખુવાર થાય છે અને બીજાઓને હેરાન પરેશાન કરે છે.
જ્યારે માનવતાને વરેલા માનવી પ્રસિદ્ધિને ઈચ્છતા નથી. અને આત્મોન્નતિ માટે પ્રયત્ન કરતા રહે છે ને કલેશ કંકાસ દૂર કરવા પણ પ્રયત્ન કરે છે. એમ કરવાથી તે ઈિચ્છા વિના પણ સારા જગતમાં પ્રસિદ્ધ બને છે.
માનવતાને વરેલા માનવીઓ સત્ય મહેનતને આધારે સત્ય મહત્તાને મેળવી આનંદમાં મગ્ન રહે છે. તેઓને ચેરી–જારી, લુચ્ચાઈ લફંગાઈ પસંદ પડતી નથી. તેઓને સગુણે પસંદ પડતા હોવાથી સગુણીઓને દેખીને ખુશી થાય છે. અને દુર્ગણીઓને પણ સમજાવીને સદ્ગુણી બનાવવા પ્રયત્ન કરે છે. હે ભ! તમે માનવતાને મેળવી સત્ય વિકાસને પ્રાપ્ત કરે.
For Private And Personal Use Only