________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ
૧૮૭ નિરાશ ન બને ઘણું માણસ એવા હોય છે કે સઘળાં સાધનોની અનુકૂળતા હોવા છતાં પણ માનવ બનવાનો વિચાર કે વિવેક કરતાં નથી. અને જીવન એટલે બસ મેજ-મજા ને ભેગ. વિલાસ એમ જ માને છે. અને તે મેળવવા માટે તેઓ ગમે તે કરતાં પણ અચકાતાં નથી. એવા માણસનું જીવવું સમાજ માટે ભારરૂપ છે.
જીવન શું છે અને માનવ બનવા માટે શું કરવું જોઈએ, તે વિચારીને તે પ્રમાણે વર્તન કરવાથી સ્વ–પરનું કલ્યાણ સાધી શકાય છે. માણસે માણસ બનવું જોઈએ અને તેને મળેલ દેહને તેણે સ્વ–પરના કલ્યાણ માટે ઉપયોગ કરવું જોઈએ.
એ સંભવ છે કે જીવનના વિકાસ માટે અનેક મુશ્કેલીઓ અને વિને રહેલાં છે. પણ તેનાથી ડરીને વિકાસ તરફ આગળ ન વધવું તે બરાબર નથી જ. દુઃખ અને નિરાશાથી માનવ ઘેરાઈ ગયે છે એ હકીકત છે. પણ તેથી તેમાં ગોંધાઈ રહેવાથી દુઃખ અને નિરાશા દૂર નહિ થાય.
તમારે કેઈપણ ભેગે, પિતાને આનંદ માટે નિરાશાને ખંખેરી નાંખવી પડશે. જ્યારે તમે એમ કરી શકશે ત્યારે તમારા આત્મામાં રહેલા આનંદને આવિર્ભાવ થશે. અને સ્વરૂપ તેમજ સ્વધર્મની તમને પ્રાપ્તિ થશે. માટે હે ભવ્ય ! તમારી નિરાશાને ખંખેરી નાંખવા તમારી બળ-બુદ્ધિને ઉપયોગ કરો.
For Private And Personal Use Only