________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૧
આંતર જ્યોતિ
દાન કેમ કરશે? જો તમે તમારી લકમીને સાત ક્ષેત્ર રૂપી બેન્કોમાં જમા નહિ કરાવે છે તે લક્ષ્મી પુણ્યદયના અભાવે તમારા હાથમાંથી છટકી જ જવાની. માટે તમારી શક્તિ મુજબ તમારી લફમીને આ સાતે ક્ષેત્રમાં વાપરતા રહે,
કેટલાક લેકની હાલમાં એવી વૃત્તિ થઈ છે કે અમે આખા ગામનું ખાઈશું, પણ જે અમારું ખાશે તેનું નાદ જશે. આવી વૃત્તિ રાખવી તે બરાબર નથી. જ્યાં આવી વૃત્તિ હોય ત્યાં ઉદારતા ક્યાંથી હોય? સંતેષ ક્યાંથી હોય?.
કેટલાક બે પાંચ હજારનું દાન કરે છે. પછી બીજે દિવસે છાપામાં જુવે છે કે મારું નામ આવ્યું છે કે નહિ, મારે ફેટો છપાયે છે કે નહિ. જે તેમ નથી બનતુ તે તેઓ દુઃખી થાય છે. ને કરેલું દાન જાણે નકામું ગયું હોય તેમ માને છે. આવા દાનથી લકે વાહ વાહ કરે છે ને કીતિને લાભ મળે છે પણ જે સત્ય લાભ થ જોઈએ તે થતું નથી, આમ દાન કરવાથી કફમી ઉપરની આસક્તિ દૂર થતી નથી. તેનાથી આત્મવિકાસ થતો નથી.
આત્મિક ગુણને વિકાસ થાય તે માટે જ દાન કરવું જોઈએ. કીતિ તો પડછાયા જેવી છે. પડછાયાને પકડવાથી તે હાથમાં આવતું નથી. માટે કીતિને લેભ છોડીને પિતાના આત્માને આવિર્ભાવ થાય તે રીતે તમારી લમીને વ્યય કરો.
For Private And Personal Use Only