________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
આંતર જ્યોતિ
સેય અને કાતર
પારકાની વસ્તુઓમાં રાચી માચી રહેલા પોતાના પક્ષને વધારવા, પિતાની મહત્તા વધારવા સમાજમાં ભાગલા પડાવે છે. તેવા માણસો કાતર જેવા કહેવાય. જેઓ પડેલા ભાગલાને સાંધવાનો પ્રયાસ કરે છે, તે સેય જેવા કહેવાય. કારણ કે તેવાઓને દુન્યવી મહત્તા મેળવવાની અભિલાષા હોતી નથી. તેથી તેઓ ભાગલાને સાધવા માટે પ્રયત્નશીલ બનતા હોય છે.
દરજી કાપવાનું કામ કાતરથી કરે છે અને સાંધવાનું કામ સોયથી કરે છે. વસ્ત્રને કાપી તે કાતરને પગ પાસે મૂકે છે, જ્યારે સેયને તે બરાબર કાળજીથી ઊંચે મૂકે છે. તે પ્રમાણે જે ભાગલા પડાવે છે તેની હલકી સ્થિતિ થાય છે. અને જે ભાગલા સાંધે છે તેની ઊંચી સ્થિતિ થાય છે. માટે તમારે જે ઉચ્ચ સ્થિતિ મેળવવી હોય તે ભાગલા પડાવવા નહિ અને જ્યાં પડેલા હોય ત્યાં સાધવા માટે પ્રયત્નશીલ બનવું.
ભાગલા પડાવનાર ભાગલા પડાવી ઘડી માટે કુલાઈ જાય, પણ અંતે તેને પસ્તાવાને જ સમય આવે છે. જ્યારે ભાગલાની સંધી કરાવનારને તે આનંદ જ હોય છે.
અતએવ આનંદના અભિલાષીઓએ હંમેશા સાયની જેમ સાંધવાનું કામ કરવું જોઈએ.
For Private And Personal Use Only