________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૭૯ ગુણનું સ્મરણ કર સાચા પ્રેમવાળાને પ્રભુની પ્રતિમા પણ પ્રભુ રૂપે જણાય છે. તેમના ગુણેનું સ્મરણ કરવાથી પ્રભુ રૂપ બનાય છે. ઈયળ ભમરીનું સતત ધ્યાન ધરતાં ભમરી બને છે તે પ્રમાણે શિષ્ય ગુરૂમહારાજના ગુણનું સ્મરણ કરીને ગુરૂ બને છે. પુત્રે માતાપિતાનું સ્મરણ કરે તે જ પિતા તરીકે થઈને નિર્લેપ ભાવે રહીને ગુણી બને. | સગુણોનું સ્મરણ શુભ સંસ્કાર પાડે છે અને શુભ સંસ્કારના ગે શુદ્ધ બનાય છે. તેનાથી જે ખરાબ સંસ્કાર પડેલા હોય છે તે ખસવા માંડે છે. આ સઘળે પ્રભાવ શુદ્ધ પ્રેમ છે.
ઈચ્છા મુજબ વસ્તુઓ મળતી હોય ત્યારે પુત્રાદિક પ્રેમ રાખનારા ઘણું હોય છે, પણ તેથી કંઈ ગુણી બનાતું નથી. જેઓ માતાપિતાના ગુણે ગ્રહણ કરે નહિ, ગુરુજનના ગુણ ગ્રહણ કરે નહિ તેમજ તે ગુણનું સ્મરણ કેવી રીતે કરી શકે? ન જ કરી શકે. પરંતુ ભવ્ય ! તમારે દરરોજ જે જે ઉપકારી છે તેમના ગુણનું સ્મરણ કરીને તે ગુણોને ગ્રહણ કરવા જોઈએ.
પાણીને પરપોટો પરપોટો એમ કહે છે કે વૈભવ મળ્યા પછી મદઅભિમાનમાં ફુલાઈ જશે નહિ. નહિતર મારી માફક ફૂટી જવું પડશે. કારણ કે દુન્યવી વૈભવ પુણ્યના આધારે છે. અને મદ–અભિમાન તે પુણ્યને ખાઈ જાય છે.
*
For Private And Personal Use Only