________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
આંતર તિ ભૂલ્યા ત્યાંથી ફરી ગણે બે ત્રણ લુંટારાઓએ ભેગાં થઈને શ્રીમંતે અને સાધારણ લોકોનું ધન લૂંટી ભેગું કરવા માંડ્યું. તેનાથી સંતેષ થયે નહિ, આથી રાજાને ભંડાર લૂંટવા ગયાં. પણ તેમ કરતાં તેઓ પકડાઈ ગયાં અને તેમને ફાંસી દેવાને હુકમ કર્યો. લુંટારાઓએ ઘણું કાલાવાલા કર્યા. પણ રાજાએ તે માન્યું નહિ. અંતે લુંટારાઓ ફાંસીએ ચડ્યાં. ને લૂંટને માલ અહીં જ મૂકીને મરણ પામ્યા.
આ પ્રમાણે પારકી વસ્તુઓને દગો કરીને ભેગી કરે તે પણ એક પ્રકારની લૂંટ છે. અહીં ભલે તમે શાહકારી બતાવે. પણ ધર્મરાજા આગળ તે તમે ગુનેગાર જ ઠરશે. તેથી લૂંટ કરવાથી તમને અનંત મરણની શિક્ષાઓ થશે. માટે ભવ્ય ! ધર્મરાજાના કદી ગુનેગાર બનશે નહિ.
સદાચારનું પાલન પોષણ કરી ધર્મમય જીવન જીવશે તે ધર્મરાજા તમને દેવકની સાહ્યબી આપશે અને અક્ષયનીધિના તમને અધિકારી બનાવશે.
પ્રભુના–આત્માના-ધર્મના ગુનેગાર બનશો નહિ. અને ગુને કર્યો હોય તે તેની માફી માંગ અને ફરીથી તેવું ન બને તે માટે વિવેક રાખજો. ભૂલ્યા ત્યાંથી ફરી ગણજે. અને દુરાચારનો ત્યાગ કરી સદાચારનું પાલન પોષણ ને સંવર્ધન કરજે.
*
For Private And Personal Use Only