________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
આંતર જ્યોતિ આઝાદીનું નવ પ્રભાત દુન્યવી આશંસાને ત્યાગ કરી, કષ્ટ સહન કરવાથી સ્વતંત્રતાને આવિર્ભાવ થાય છે. મનુષ્યમાં આ શક્તિ રહેલી જ છે પરંતુ તેને ફેરવવામાં આવે તે જ તે પ્રગટ થાય.
સ્વતંત્રતા મેળવવી છે અને દુન્યવી આશાતૃષ્ણામાં તણાવું છે. તે બનવું જ અશક્ય છે. આશંસાદિ નહિ કરે તે પણ પ્રગટ થએલ સ્વતંત્રતાની તાકાત એવી છે કે દરેક બાબતમાં તે અનુકૂળતા આપશે.
મેહ મમતા અને અજ્ઞાનતાના ગે ઈચ્છા-તૃષ્ણ વધે છે તેમ તેમ આત્માની શક્તિ ઉપર દબાણ વધતું જાય છે અને જોઈએ તેવી દરેક બાબતમાં અનુકૂળતા થતી નથી. ઉલટું તેનાથી પ્રતિકૂળતા જ આવી મળે છે.
સમ્યક્ દર્શન–શાન અને ચારિત્રનું પાલન કરવામાં આવે, તે જ મહાદિક ટળે અને આત્મિક સ્વતંત્રતાને ઉઘાડ થાય. આ સિવાય અન્ય કોઈ ઉપાય નથી.
આપણે વિવેક કરે જોઈએ કે રજ બજ આપણે સંસારની પરાધીનતા ઓછી કરીએ છીએ કે તેના બંધનને વધુ મજબૂત બનાવીએ છીએ? આ વિવેક કરવાથી સાચી સમજ આવશે અને વિચારે પણ પરાવર્તન પામશે. આમ થવાથી પરાધીનતા ધીરે ધીરે ઓછી થતી જશે. માટે ભવ્યો ! દરેક બાબતમાં તમે વિવેક કરવાની ટેવ પાડે.
For Private And Personal Use Only