________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
વિશ્વાસ કોને કરશે? સ્વજનોને જે વિરોધી હોય, મિત્ર દ્રોહી હય, ખોટી સાક્ષી પુરનાર હોય, વિશ્વાસઘાતી હોય, કપટથી પરિવારનું પિષણ કરનાર હોય, તેઓની નજર વિકાર ભરેલી જાણવી. તેઓના ઉપર વિશ્વાસ રાખવે નહિ. વિશ્વાસ તે સદાચારી ઉપર જ રાખવે.
જાહેરમાં સદાચારી ધમી કહેવાતા હોય અને ખાનગીમાં અનાચારી હોય તે પણ વિશ્વાસુ કહેવાય નહિ. ખાનગી અને જાહેરમાં જે ન્યાય-નીતિ પરાયણ અને પાપભીરૂ તેમ જ ભવભીર હોય તેને જ વિશ્વાસ કરે.
બુદ્ધિ ક્યાં વાપરશે ? કેઈ સારે કહે તે સાંભળતાં આનંદ થાય છે અને પુનઃ પુનઃ સારા સાંભળવાની આશા થાય છે. પરંતુ સદાચારનું પાલન કરી સારા બનવું પસંદ પડતું નથી. મનપસંદ શાંતિકર બનવાની ઈચ્છા હોય તે સદાચારનું સેવન કરે.
તમારી પાસે સારા સાધનો હશે તે ન્યાય નિપુણ બની સદાચારનું પાલન કરશે ત્યારે આત્મિક ગુણ પ્રાપ્ત કરવામાં સારો સહારે આપશે. નહિતર તે જ સાધન ઉન્માર્ગે ચઢાવી ખરાબી કરવામાં બાકી રાખશે નહિ.
સહારે ગમે તેટલો લાભ આપનારે હોય પણ તેને બગાડનાર બુદ્ધિ છે. બુદ્ધિ બગડતાં માનવી ઉન્માર્ગે ચડે છે. ને તે જ બુદ્ધિ ક્યારેક મસ્તક પણ કપાવે છે. બુદ્ધિને જેમ વાળીએ તેમ વળે છે. તમે બુદ્ધિને ઉપગ ક્યાં કરશે ? સદાચારને બગાડવામાં કરશે નહિ.
For Private And Personal Use Only